• રક્ષાબંધન પછી તરત જ બીજા જ દિવસે ગુરૂ તેનુ નક્ષત્ર બદલશે
  • ગુરૂ 20 ઓગસ્ટે મૃગશીર્ષ નક્ષત્રમાં ગોચર કરશે
  • ગુરૂના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓની મુશ્કેલી વધશે

શ્રાવણ મહિનામાં રક્ષાબંધન પછી તરત જ બીજા જ દિવસે ગુરૂ તેનુ નક્ષત્ર બદલશે જેની દેશ અને દુનિયા પર અસર જોવા મળશે. ગુરૂના નક્ષત્ર પરિવર્તનની સાથે જ કેટલીક રાશિએ જબરદસ્ત લાભ થશે. ગુરૂના આ ગોચરની તમારા આસપાસ રહેલા અને તમારા રાશિ પર કેવી અસર થશે એવી માન્યતા છે કે ગુરૂ નબળો હોય જો કુંડળીમાં તો વધારે મહેનત કરવા છતા પણ સફળતા મળતી નથી. ગુરૂ 20 ઓગસ્ટે મૃગશીર્ષ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રનો સ્વામી મંગળ છે. મૃગશીરા કે મૃગશીર્ષ નક્ષત્ર તમામ જાતકો પર અસર કરશે.

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 19 ઓગસ્ટે મનાવવામાં આવી છે. 20 ઓગસ્ટે મંગળવારે ગુરૂ નક્ષત્ર પરિવર્તન કરશે. આ નક્ષત્રમાં ગુરૂ 28 નવેમ્બર સુધી રહેશે. ગુરૂના નક્ષત્ર પરિવર્તનથી કેટલીક રાશિઓની મુશ્કેલી વધશે. આગામી સમય તમારા માટે થોડો વિકટ જશે.

વૃષભ રાશિ

ગુરૂના મૃગશીર્ષ નક્ષત્રમા જવાથી વૃષભ રાશિની મુશ્કેલીઓ વધશે. વૃષભ રાશિને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. કાર્યસ્થળ પર તમારા કામની કદર નહી થાય. માનસિક તણાવ અનુભવશો. એક સાંધશો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાશે. આકરી મહેનત કરવા છતા સફળતા હાથ વેત છેટી રહેશે. આ સમય થોડો વધારે કપરો સાબીત થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે આ નક્ષત્ર પરિવર્તન ટેન્શન લઇને આવશે. ગુરૂના નક્ષત્ર પરિવર્તનની અવધીમાં તમારે ખુબ જ સાવધાન રહેવાની જરૂર છે. પારીવારીક જીવન અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. માનસિક તણાવ વધી શકે છે. આર્થિક રીતે સતત પાછા પડશો. ખર્ચ કરતા ખુબજ સાવધાની રાખવી. મન આકુળ-વ્યાકુળ રહેશે. પરિવારનો સાથ છુટશે. મુશ્કેલી વધશે.

કુંભ રાશિ

ગુરૂના નક્ષત્ર પરિવર્તનથી ધન હાનિના સંકેત મળી શકે છે. આ અવધિમાં કોઇને ઉધાર-પૈસા ન આપશો. રોકાણ કરતા ખુબજ વિચારવુ. મહત્ત્વપૂર્ણ નિર્ણય હાલ પુરતો ટાળી દેવો. કુંભ રાશિને નોકરી કરતા લોકો માટે આ સમય થોડો ખરાબ રહેશે. સાવધાની રાખવાની જરૂર છે. સંબંધોમાં ખટાશ આવશે. તકલીફો વધશે. કોઇ ખરાબ સમાચાર તમારી રાહ જોઇ રહ્યા છે. સાવધાન રહેજો. 

  • Follow us on: