- ધર્મગ્રંથોમાં અમાસ તિથિનું ખૂબ જ ખાસ મહત્ત્વ
- આ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે
- આ વખતે હરિયાળી અમાસ 28 જુલાઈ, ગુરુવારના રોજ છે
ધર્મગ્રંથોમાં અમાસ તિથિનું ખૂબ જ ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. આ વખતે 28 જુલાઈ, ગુરુવારે અષાઢ મહિનાની અમાસનો યોગ બની રહ્યો છે. જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ તિથિને પિતૃઓની તિથિ કહેવામાં આવે છે. આ દિવસ પ્રકૃતિના આભાર માનવાનો અને પ્રકૃતિ માટે કઈંક સારું કરવાનો દિવસ છે, આથી આ અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ કારણે હરિયાળી અમાસનું મહત્ત્વ વધી ગયું છે.
આ વખતે હરિયાળી અમાસ 28 જુલાઈ, ગુરુવારના રોજ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર સાથે જ સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ બધા યોગ ખૂબ જ શુભ છે, તેમાં કરવામાં આવતી પૂજા, ઉપાય વગેરે કામ જલ્દી સિદ્ધ એટલે સફળ થાય છે. હરિયાળી અમાસ મુખ્યત્વે પ્રકૃતિની નજીક જવાનો અને તેના પ્રત્યે આભાર પ્રકટ કરવાનું પર્વ છે.










