- માઘ માસના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે
- તમામ તિથિઓમાં એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે
- જયા એકાદશીને દક્ષિણ ભારતમાં ભૂમિ એકાદશી અને ભીષ્મ એકાદશી તરીકે ઓળખવામાં આવે
મહા સુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. માઘ માસના શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જયા એકાદશીને મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુ:ખ દૂર થઈ જાય છે. આ એકાદશી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભૂત, પ્રેત અને પિશાચ જેવા નીચ જાતિમાંથી મુક્તિ મળે છે. આ વખતે જયા એકાદશીનું વ્રત 01 ફેબ્રુઆરી 2023ના રોજ રાખવામાં આવશે. જયા એકાદશીના દિવસે કેટલીક પ્રવૃત્તિઓ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
મોડે સુધી ન સુવુ
જયા એકાદશીને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે, તેથી આ દિવસે પ્રાત: કાળે સવારે વહેલા ઉઠી જવુ જોઇએ. સંધ્યા સમયે કે રાત્રે સુવુ વર્જીત માનવામાં આવે છે.
ખાવા-પીવા પર સંયમ રાખો
ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે એકાદશી વ્રત રાખવામાં આવે છે. તેથી જ જયા એકાદશીના દિવસે તમારે તમારા ખાવા-પીવામાં સંયમ રાખવો જોઈએ
ભાત ન ખાઓ
ભૂલથી પણ એકાદશી પર ચોખાનું સેવન ન કરવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ એકાદશી પર ચોખાનું સેવન કરે છે તેનો મોક્ષ થતો નથી.
લડાઈ ઝગડા ન કરો
શાસ્ત્રો અનુસાર, તમામ તિથિઓમાં એકાદશી તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. એકાદશીના દિવસે કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે ગુસ્સો કરવાથી બચો. આ દિવસે જૂઠું પણ ન બોલવું જોઈએ. કોઈનું અપમાન ન કરવું જોઈએ.
આ દિવસે ઉપવાસ કરનાર તમામ ભક્તો પાપમુક્ત થઈ જાય છે. જયા એકાદશીના દિવસે વસ્ત્ર, પૈસા, ભોજન અને જરૂરી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. જયા એકાદશીને દક્ષિણ ભારતમાં ભૂમિ એકાદશી અને ભીષ્મ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
જયા એકાદશીનું શુભ મુહૂર્ત :
હિંદુ કેલેન્ડર મુજબ, જયા એકાદશી 31 જાન્યુઆરી, 2023 ના રોજ રાત્રે 11:53 વાગ્યે શરૂ થશે અને 01 ફેબ્રુઆરી, 2023 ના રોજ બપોરે 02:01 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, જયા એકાદશી 01 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે.
જયા એકાદશીના પારણાનો સમય 02 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 07.09 થી 09.19 કલાક સુધીનો રહેશે. ઉપરાંત, આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 07:10 કલાકથી 2 ફેબ્રુઆરીની મધ્યરાત્રિ 03:23 કલાક સુધી રહેશે.