વૈદિક જ્યોતિષમાં કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. તમામ નવ ગ્રહોમાં જે ગ્રહોને અશુભ માનવામાં આવે છે તે ગ્રહોમાં કેતુનો પણ સમાવેશ થાય છે. જો કે સત્યતા એ પણ છે કે જ્યારે શુભ ગ્રહ ગુરુ વિષમ સ્થિતિ અને યોગમાં હોય ત્યારે મારક થઇ જાય છે તો પછી કેતુ ગ્રહની શું વાત કરવી. પરંતુ એ વાત પણ ખોટી નથી કે જ્યારે કેતુ ગ્રહ તમે કશું આપવા પર ઉતરી આવે તો તમને ઇન્દ્ર સમાન ઐશ્વર્ય અને ભગવાન કુબેરની જેમ ધનવાન બનાવી દે છે. આ ગ્રહ કુંડલીમાં હંમેશા રાહુની વિપરીત હોય છે અને હંમેશા વક્રી રહે છે. જ્યોતિષમાં કેતુ મોક્ષ. ત્યાગ. મોહનો કારક માનવામાં આવે છે.


કેતુ ગ્રહ બદલશે નક્ષત્ર

રવિવાર, 10 નવેમ્બર, 2024 ના રોજ છાયા ગ્રહ કેતુ પોતાનું નક્ષત્ર બદલી રહ્યો છે. 10 નવેમ્બરની રાત્રે 11:31 કલાકે કેતુ હસ્ત નક્ષત્ર છોડીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રએ 27 નક્ષત્રોમાં બારમું નક્ષત્ર છે, જેનો સ્વામી સૂર્ય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ નક્ષત્રમાં સંક્રમણ કરવાથી કેતુની અશુભતા ઓછી થાય છે અને મોટાભાગની રાશિઓ પર તેની સકારાત્મક અસર પડે છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં કેતુનું સંક્રમણ 3 રાશિના લોકો પર સૌથી વધુ સકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. ત્યારે આવો જાણીએ કઇ ત્રણ સૌભાગ્યશાળી રાશિ છે.

મેષ રાશિ

  • કેતુ સંક્રમણ દરમિયાન મેષ રાશિના લોકો ખૂબ જ આત્મવિશ્વાસમાં રહેશે.
  •  લાગણીને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશો અને તણાવ ઓછો અનુભવશો.
  • વેપારમાં નવી તકો આવશે અને વેપારી સંબંધો મજબૂત થશે.
  •  આવક વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
  • નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.
  • કાર્યક્ષેત્રમાં માન-સન્માન વધશે. વધારાની આવકના સ્ત્રોત મળી શકે છે.
  •  શેરબજાર અને અન્ય રોકાણોમાંથી સારો નફો મેળવી શકો છો.
  •  ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે અને સારા પરિણામ મળશે.
  •  સંબંધો મજબુત થશે અને લગ્નની શક્યતાઓ છે.
  • પારિવારિક સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે
  •  તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે.

સિંહ રાશિ

  • સિંહ રાશિના લોકો વધુ ઉર્જાવાન અને ઉત્સાહી અનુભવશે.
  •  તમારી નેતૃત્વ ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશો.
  • રાજકીય ક્ષેત્રે લોકોને મોટી સફળતા અને લોકપ્રિયતા મળી શકે
  • સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. વેપારમાં નવા ગ્રાહકો મળશે અને નફો વધશે.
  • નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને કાર્યસ્થળે માન-સન્માન વધશે.
  • તમે શેરબજાર અને અન્ય રોકાણોમાંથી સારો નફો મેળવી શકો છો.
  • ઉદ્યોગો વિસ્તરશે અને નવા પ્રોજેક્ટ શરૂ થશે.
  • વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.
  •  સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂના રોગો દૂર થશે.
  • પારિવારિક જીવન સુખદ રહેશે
  •  તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે.

ધન રાશિ

  • ધનુ રાશિના લોકો આ સમયગાળા દરમિયાન વધુ શાંત અને ધૈર્યવાન બનશે.
  • તમારી ચિંતા અને તણાવ ઓછો થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે.
  • ધાર્મિક કાર્યોમાં રસ વધશે અને આધ્યાત્મિક વિકાસ થશે.
  • વેપારમાં નવી તકો મળશે. આવક વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
  • નોકરીમાંથી પૈસા કમાવવાના પ્રયત્નોમાં પણ તમને સંપૂર્ણ સફળતા મળશે.
  •  પૈસા કમાવવાના નવા રસ્તાઓ ખુલશે અને અપાર સંપત્તિ મળવાની સંભાવના છે.
  • નોકરી બદલવા માંગતા લોકોને નવી નોકરીની તક મળી શકે છે.
  • રોકાણથી લાભ થવાની સંભાવના છે.
  • ઉદ્યોગોમાં નફો વધશે.
  •  વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે અને સારા પરિણામ મળશે.
  • જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે.
  • લવ લાઈફમાં પણ સંબંધો વધુ મજબૂત બનશે.


  • Follow us on: