- 1 જુલાઈ 2022એ અષાઢ મહિનાની શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ
- લક્ષ્મીજીની પૂજાનો વિશેષ સંયોગ બની રહ્યો છે
- ખાસ મંત્રોનો જાપ આપશે અપાર સફળતા
કહેવાય છે કે દેવી લક્ષ્મીની કૃપા અને આર્શિવાદ નિર્ધનને પણ ધનવાન બનાવી દે છે. શાસ્ત્રોમાં લક્ષ્મીજીને સુખ અને સમૃદ્ધિ અને વૈભવની દેવી માનવામાં આવે છે. કળિયુગમાં લક્ષ્મીજીની કૃપા વિના સફળતા શક્ય નથી. આ કારણ છે કે દરેક વ્યક્તિ લક્ષ્મીજીની કૃપા ઈચ્છે છે. 1 જુલાઈ 2022 શુક્રવારે પંચાંગના અનુસાર લક્ષ્મીજીની પૂજાનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર રહેશે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વિશેષ માનવામાં આવે છે. આ નક્ષત્રને તમામ નક્ષત્રનો સમ્રાટ કહેવાય છે. આ સમયે કરાયેલા કર્મોનું શુભફળ મળે છે. પુષ્ય નક્ષત્રને શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્ર 2022
હિંદુ કેલેન્ડરના અનુસાર 1 જુલાઈ 2022એ અષાઢ મહિનાની શુક્લ પક્ષની દ્વિતિયા તિથિ છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર રહેશે. શુક્રવારે આ દિવસે નક્ષત્ર પકડવાથી લક્ષ્મીજીની પૂજાનો વિશેષ સંયોગ બની રહ્યો છે.
લક્ષ્મી પૂજન
જે લોકોના જીવનમાં ધનની ખામી છે, આર્થિક સમસ્યાઓ છે કે પછી જેની પાસે ધન ટકતું નથી. આ તમામ સમસ્યાને દૂર કરવા માટે 1 જુલાઈનો દિવસ શુભ છે. આ દિવસે લક્ષ્મીજીના આર્શિવાદ મેળવી શકાય છે.
શું કરશો ?
- શુક્રવારે વૈભવ લક્ષ્મીનું વ્રત કરો.
- સવારે અને સાંજના સમયે લક્ષ્મીજીની પૂજા કરો.
- ઘરના મુખ્ય દ્વાર પર સાંજના સમયે લક્ષ્મીજીની પૂજા કરો.
- ઘરના મુખ્ય દ્વારે ઘીનો દીવો કરો.
- ઘરમાં કન્યાઓને ભેટ આપો.
- નિર્ધન કન્યાના વિવાહમાં સહયોગ કરો.
- મહિલાઓને સુહાગની ચીજો ઉપહારમાં આપી શકાય છે.
- સફેદ વસ્ત્રોનું દાન કરો.
લક્ષ્મીજીના મંત્રોનો જાપ પણ આપશે લાભ
- ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नम
- ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ
- ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्ये नम: