• શિવરાત્રિ પર કેદાર, શંખ, શશ, જ્યેષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને પંચ મહાયોગ
  • આ દિવસે તેરસ -ચૌદસ બંને તિથિ છે. શાસ્ત્રોમાં આવા સંયોગને શિવ ઉપાસના માટે ખૂબ જ શ્રેષ્ઠ
  • આ ગ્રહયોગોમાં નવી શરૂઆત અને ખરીદી લાભદાયી

આવતીકાલે મહાશિવરાત્રી છે. પંચાંગ અનુસાર મહા માસના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિનો આ દિવસ ખુબ શુભ છે. જેના કારણે શિવ ઉપાસનાનું મહત્વ વધુ વધશે. આ વખતની શિવરાત્રિ ખુબ ખાસ છે 700 વર્ષ પછી આવો અવસર આવ્યો છે જ્યારે મહાશિવરાત્રી પર પંચ મહાયોગની રચના થઈ રહી છે. એટલા માટે આજે પૂજા સિવાય નવા કાર્યોની ખરીદી અને શરૂઆત કરવી પણ શુભ રહેશે.

શિવરાત્રિ પર કેદાર, શંખ, શશ, જ્યેષ્ઠ અને સર્વાર્થસિદ્ધિ યોગ મળીને પંચ મહાયોગ રચાઇ રહ્યા છે. છેલ્લા 700 વર્ષમાં આવો સંયોગ બન્યો નથી. આ દિવસે તેરસ અને ચૌદસ બંને તિથિ છે. શાસ્ત્રોમાં આવા સંયોગને શિવ ઉપાસના માટે ખૂબ જ વિશેષ ગણાવવામાં આવ્યા છે. આ ગ્રહયોગોમાં નવી શરૂઆત અને ખરીદી લાભદાયી રહેશે.

શિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે?

શિવ મહાપુરાણ અનુસાર, મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશની મધ્યરાત્રિએ શિવજી લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ પહેલીવાર શિવલિંગની પૂજા કરી. તેથી જ શિવરાત્રિ ઉજવવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિર્લિંગને ભગવાન શિવની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે રુદ્રાભિષેક કરવાનું પણ મહત્વ છે. તેનાથી સુખ-સમૃદ્ધિ, સંતાન અને ધનની પ્રાપ્તિ અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ ગ્રહદોષ અને રોગોથી મુક્તિ મળે છે. શિવલિંગ જે 12 સ્થાનો પર બિરાજમાન છે તેના પર ભગવાન શિવ સ્વયં પ્રકાશ સ્વરૂપે બિરાજમાન હોવાની માન્યતા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે અને તેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે.

ગુજરાતમાં સોમનાથ અને નાગેશ્વર, આંધ્રમાં મલ્લિકાર્જુન, મધ્યપ્રદેશમાં મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર, ઉત્તરાખંડમાં કેદારનાથ, મહારાષ્ટ્રમાં ભીમાશંકર, ઘૃષ્ણેશ્વર અને ત્ર્યંબકેશ્વર, ઉત્તર પ્રદેશમાં વિશ્વનાથ, ઝારખંડમાં વૈદ્યનાથ, રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુમાં શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

  • Follow us on: