મકરસંક્રાંતિ 2025 અંગે માહિતી આપતા પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યની મકરસંક્રાંતિ પ્રવેશ ક્ષણને પવિત્ર મનાય છે, મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે
આ વર્ષે આ પવિત્ર ક્ષણ 14 જાન્યુઆરી સવારે 8:56 થી બપોરે 12:50 સુધીનો સમય મહાપુણ્ય કાળ ગણાશે, સંક્રાંતિનો પુણ્ય કાળ જે મનુષ્યને રોગ, દોષ , દેવા અને કરજમાંથી મુક્ત કરી શકે છે.
રાશિ અનુસાર દાન કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ
આ સમયે કરેલ દાન પુણ્ય કે પવિત્ર નદીઓનું સ્નાન સહસ્ત્ર ઘણું ફળ આપશે રાશિ અનુસાર દાન કરવાથી પણ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે સાથે સતા યસ માન પ્રતિષ્ઠા અને ઉત્તમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શાસ્ત્ર પ્રમાણે રાશિ મુજબ કેવા દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ પવિત્ર સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાનથી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ પૂજનથી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે, તેમજ ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આત્મ બળની સાથે શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે . સમાજમાં યશ પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે જ મકરસંક્રાંતિનો આટલો વિશેષ મહિમા છે.
આ ઉપાયથી રોગો થશે નષ્ટ
તલના તેલની માલિશ કરવાથી, સૂર્ય સ્નાન કરવાથી શરીરના રોગોને નષ્ટ પામે છે. આ દિવસે તલ કે તલના તેલને સૂર્ય પ્રકાશમાં તપાવી આ તેલના ઉપયોગથી કે તેની માલિશથી શરીરના રોગો નષ્ટ થાય છે. સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવાથી કરવાથી સિદ્ધિ સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે
બારે રાશિનાં જાતકોને રાશિ અનુસાર દાન કરવાનો મહિમા
મેષઃ મસૂર દાળ , ગોળ, તલ, ઘઉં અને વસ્ત્રોનું દાન
વૃષભ: ચોખા, શ્વેત વસ્ત્ર અને ગાયોને ઘાસ નું દાન
મિથુન: મગ અને ગોળ એને પૈસાનું દાન
કર્ક: ગાયોને ઘાસ, ચોખા કે દહીંનું દાન
સિંહ: ઘઉં, તલ અને ગોળનું દાન
કન્યા: મગ, ગોળ કે ફળનું દાન
તુલા: ચોખા, દહીં કે પૈસાનું દાન
વૃશ્ચિકઃ તલ લાડુ, મસૂર દાળ કે તાંબા પાત્રનું દાન
ધન: ચણા દાળ, ચણા કે કઠોળનું દાન
મકર: જુના વસ્ત્રો, તલ કે તલના તેલનું દાન
કુંભઃ તલ. તલ ચીકી, લોખંડના વાસણો કે ગરમ કપડાંનું દાન
મીન: ચણા, કઠોળ, કેળા કે રેશમી વસ્ત્ર કે પૈસાનું દાન
આ પ્રકારે આ દિવસે બ્રાહ્મણોને અથવા ગરીબોને ઘઉં, કઠોળ, અનાજનું દાન, રેશમી વસ્ત્રો, કપડાનું દાન, ગાયોને ઘાસચારો ચકલાને ચણ કે કૂતરાને રોટલીનું દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે
જ્યારે સૂર્યદેવતા ઉપરોક્ત ઉપાયોથી પ્રસન્ન થાય છે, ત્યારે રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે સાથે જીવનમાં સત્તા અધિકારી યશ અને માન તેમજ સુખ સમૃદ્ધિ અને સંપતિની પ્રાપ્તિ થાય છે
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. તેની સાથે જ 14 જાન્યુઆરી થી ધનારક કમોરતા પૂરા થશે. શુભ અને માંગલિક પ્રસંગો શરૂ થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે.













