• ગ્રહોના સેનાપતિ મંગળને નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે
  • હાલમાં મંગળ વૃષભ રાશિમાં સ્થિત છે
  •  મંગળને બહાદુરી, હિંમત અને ઉર્જાનો કારક માનવામાં આવે છે

ગ્રહોના સેનાપતિ મંગળને નવ ગ્રહોમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે અસર કરે છે. હાલમાં મંગળ વૃષભ રાશિમાં સ્થિત છે. જ્યાં ગુરુ સાથે સંયોગ રચાયો છે. આવી સ્થિતિમાં તેની અસર ઘણી વધી જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને બહાદુરી, હિંમત અને ઉર્જાનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં મંગળની સારી સ્થિતિને કારણે વ્યક્તિ હિંમતવાન, આત્મવિશ્વાસથી ભરપૂર બને છે અને કોઈથી ડરતો નથી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.

 મંગળ 31 જુલાઈથી મહાબલી બની રહ્યો છે

મંગળ ઉત્તમ પરિણામ આપશે. પરંતુ કોઈપણ ગ્રહ સંપૂર્ણ રીતે યુવાન હોય ત્યારે જ સંપૂર્ણ પરિણામ આપે છે મંગળ 31 જુલાઈથી મહાબલી બની રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને 9 ઓગસ્ટ સુધી વિશેષ લાભ મળશે. મંગળ આગામી 10 દિવસ યુવા રહેશે. જેથી તે સંપૂર્ણ પરિણામ આપશે. આવો જાણીએ મંગળ ગ્રહ મહાબલી હોવાને કારણે કઈ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થશે…

મિથુન રાશિ

આ સમયગાળો મિથુન રાશિના લોકો માટે સુવર્ણ સાબીત થશે. વિદેશ યાત્રાનો આનંદ મળી શકે છે તેમજ અનેક લાભ મળશે. આ ઉપરાંત વિદેશને લગતા જે કામો બાકી હતા તે હવે પૂર્ણ થશે. તેની સાથે આયાત-નિકાસનું કામ પણ સારું રહેશે. આ રાશિના જાતકોને વિદેશથી જબરદસ્ત લાભ મળશે. બિઝનેસમાં ઘણી મોટી ઓફર મળી શકે છે અટકેલા કામ થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે મહાબલી મંગળ લાભદાયક રહેશે. 10મા ભાવમાં ભાગ્યનો સ્વામી મંગળ છે. માતા-પિતા અથવા પરિવાર સાથે ચાલી રહેલ વિવાદ હવે સમાપ્ત થઈ શકે છે. મંગળ શનિની દૃષ્ટિથી બહાર આવ્યો છે. ગુરુની સાથે મંગળની યુતિ તમને અનેક ગણું વધારે પરિણામ આપશે. સુખમાં વધારો થશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે મંગળ એક મહાન શક્તિ હોવાના કારણે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આઠમા ભાવમાં મંગળ અને ગુરુની એકસાથે હાજરી તમને ખૂબ જ શુભફળ આપશે. ફસાયેલા નાણા મળશે કોર્ટના મામલાઓમાં તમને રાહત મળશે. આ સિવાય આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમને બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. 

  • Follow us on: