મંગળ અને રાહુ ગ્રહ ચોક્કસ સમયગાળા પછી તેમના રાશિચક્ર અને નક્ષત્રોમાં ફેરફાર કરે છે. વૈદિક કેલેન્ડર મુજબ, મંગળ 20 ઓક્ટોબર 2024 ના રોજ કર્ક રાશિમાં ગોચર કરે છે. રાહુ હાલમાં મીન રાશિમાં બિરાજમાન છે જેના કારણે નવપંચમ યોગ બની રહ્યો છે. આજથી 44 દિવસ બાદ 7 ડિસેમ્બર 2024ના રોજ ગ્રહોનો અધિપતિ મંગળ વક્રી થશે આવો જાણીએ આ 44 દિવસમાં મંગળ અને રાહુની કૃપાથી કઈ રાશિના લોકોના સપના પૂરા થઈ શકે છે.
મિથુન રાશિ
મંગળ અને રાહુના નવપંચમ યોગની અસર મિથુન રાશિના લોકો પર આગામી 44 દિવસ સુધી રહેશે. નોકરિયાત લોકોના વ્યવહારમાં મધુરતા રહેશે, જેના કારણે તેમના મિત્રો સાથેના સંબંધો મધુર બનશે. આ સાથે આવકના સ્ત્રોતમાં વધારો થવાની સંભાવના છે. મિથુન રાશિના જાતકોને આ વર્ષે કરેલા રોકાણથી આવનારા દિવસોમાં સારો આર્થિક લાભ મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે.
કન્યા રાશિ
આવકના સ્ત્રોતમાં વધારો થવાથી કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. જે લોકો કામ કરી રહ્યા છે, તેમના સહકર્મીઓ સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે. વિદેશ જવાની તક મળશે.મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ થશે, જેનાથી માનસિક શાંતિ મળશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોના જીવન પર નવપંચમ યોગની સકારાત્મક અસર પડશે. જેઓ નોકરી કરી રહ્યા છે તેમને જલ્દી જ પગાર વધારાના સમાચાર મળી શકે છે. તમને માનસીક શાંતિનો અનુભવ થશે. તમારા ફસાયેલા નાણા પરત મળશે. મુશ્કેલ કાર્ય અટકેલુ હતુ તે હવે વિના વિધ્ને પૂર્ણ થશે.