• મથુરાથી બરસાના અને વૃંદાવન સુધી રસ્તાઓ શણગારવામાં આવ્યા
  • કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે પ્રશાસન સજ્જ
  • મથુરા અને વૃંદાવનને ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મથુરાથી બરસાના અને વૃંદાવન સુધી રસ્તાઓ શણગારવામાં આવ્યા છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ખાતે ભક્તોની ભીડને જોતા વહીવટીતંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈપણ અપ્રિય ઘટનાને ટાળવા માટે, મથુરા અને વૃંદાવનને ઝોન અને સેક્ટરમાં વહેંચવામાં આવ્યા છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની ઉજવણી સુચારુ રીતે થાય તે માટે મથુરા અને વૃંદાવનના મંદિરોમાં વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર સિંહે કહ્યું, સુરક્ષા સાથે સમાધાન કર્યા વિના શ્રદ્ધાળુઓ માટે સરળ દર્શનની સુવિધા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવશે

નંદ ઘેર આનંદ ભયો...

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ડીએમએ શ્રી કૃષ્ણ જન્મસ્થાનમાં કરવામાં આવેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને કેટલાક ફેરફાર કરવા માટે સૂચના આપી. તેમણે કહ્યું કે અધિકારીઓને એક જગ્યાએ ભક્તોને એકઠા ન થવાનું પણ કહેવામાં આવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ચેઈન સ્નેચિંગ અને ખિસ્સા કાતરૂથી સાવધાન રહેવા અને આવી ઘટનાઓને ટાળવા માટે સાદા કપડામાં પોલીસકર્મીઓ મંદિરોની અંદર તૈનાત કરવામાં આવશે.

જય કનૈયા લાલ કી...

એડીએમ વિજય શંકર પાંડેએ જણાવ્યું કે ગયા વર્ષે બાંકે બિહારી મંદિરમાં ભીડને કારણે બે ભક્તોના મોત થયા હતા. આવી ઘટનાઓ ટાળવા માટે આ વખતે મંદિર વિસ્તારમાં એક ઝોન અને 7 સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મથુરાને ત્રણ ઝોન અને 17 સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે જ્યારે વૃંદાવનને ત્રણ ઝોન અને 16 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. મથુરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે જણાવ્યું કે જન્માષ્ટમી 7-8 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. અમે મથુરા અને વૃંદાવનની સજાવટ અને બ્યુટિફિકેશનની કાળજી લઈ રહ્યા છીએ. અમે મોબાઈલ ટોઈલેટની પણ વ્યવસ્થા કરી છે અને આ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે 500 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

બાંકે બિહારીનો ડ્રેસ જેલમાં બનાવવામાં આવે છે

મથુરા જેલના કેદીઓએ ભગવાન કૃષ્ણના વાઘા બનાવ્યા છે. આ વખતે પણ કેદીઓએ જેલમાં બાંકે બિહારીનો ડ્રેસ બનાવ્યો છે. કાન્હા દ્વારા પહેરવામાં આવતા વાઘામાં જમાદાર ઘાઘરા એટલે કે લહેંગા, પિછવાઈ એટલે કે ઈકલાઈ, ઓઢણી એટલે કે સાફો, ફેટો, ધોતી, કમરબંધ, શ્રી જીનો લહેંગા અને પાગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આભૂષણો, મુગટ, મોરલી અને વગેરે શ્રૃંગારના વિવિધ શણગાર તૈયાર કરાયા છે.


  • Follow us on: