- ગ્રહોના અસ્ત અને ઉદયની અસર તમામ રાશિના લોકો પર જોવા મળે
- કોઈ ગ્રહ સૂર્યથી નજીક આવે ત્યારે સૂર્યના તેજને લીધે પોતાનું બળ ગુમાવી બેસે
- તમારા લોકો માટે બુધનું અસ્ત થવું નુકસાનકારક સાબિત થઈ શકે
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહો ચોક્કસ સમયે અસ્ત અને ઉદય થાય છે. આ સાથે ગ્રહોના અસ્ત અને ઉદયની અસર તમામ રાશિના લોકો પર જોવા મળે છે.જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી નજીક આવે ત્યારે સૂર્યના તેજને લીધે પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે. સામાન્ય રીતે સૂર્યથી આગળ કે પાછળ 10 અંશનાં અંતરે આવતાં ગ્રહનો અસ્ત થાય છે. પ્રત્યેક ગ્રહનાં અસ્ત પામવાના ચોક્ક્સ અંશો નીચે મુજબ છે.
ગ્રહોનું અસ્ત અને ઉદય થવુ
ચન્દ્ર - 12 અંશ
મંગળ - 17 અંશ
બુધ - 14 અંશ; વક્રી હોય ત્યારે 12 અંશ
ગુરુ- 11 અંશ
શુક્ર - 10 અંશ; વક્રી હોય ત્યારે 8 અંશ
શનિ - 15 અંશ
બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ ક્યારેય એકસાથે વક્રી અને અસ્ત થતાં નથી. વેપાર અને બુદ્ધિ આપનાર બુધ ગ્રહ 25 ઓગસ્ટના રોજ વક્રી સ્થિતિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓ એવી છે, જેમની મુશ્કેલીઓ આ સમયે વધી શકે છે. આની સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને ધનહાનિ થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે...
મેષ રાશિ
તમારા લોકો માટે બુધનું અસ્ત થવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિથી પાંચમા ભાવમાં બુધ ગ્રહ અસ્ત થશે. એટલા માટે આ સમયે તમને સંતાન તરફથી કોઈ અશુભ સમાચાર મળી શકે છે. તેની સાથે પ્રેમ સંબંધોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ. અન્યથા કોઈની સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમારે પૈસાનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે ધનહાનિ થવાની સંભાવનાઓ છે. ઉપરાંત, મેષ રાશિ પર મંગળનું શાસન છે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ બુધ સાથે દુશ્મની ધરાવે છે, તેથી તમારે આ સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ.
મકર રાશિ
ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહની સ્થિતિ તમારા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી આઠમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે. તેમજ બુધ ગ્રહ તમારી રાશિથી છઠ્ઠા અને નવમા ઘરનો સ્વામી છે. એટલા માટે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ બહારનો ખોરાક ઓછામાં ઓછો ખાવો જોઈએ. તે જ સમયે, તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. આ ઉપરાંત જે લોકો બિઝનેસમેન છે તેમનો બિઝનેસ આ સમયે થોડો ધીમો ચાલશે.