• વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દૂર કરવા મની પ્લાન્ટ શ્રેષ્ઠ
  • ઘરમાં રહેવાથી દેવી લક્ષ્મી વાસ કરે
  • સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે

મની પ્લાન્ટ એક એવો છોડ છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તે શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. મની પ્લાન્ટ વિશે એવું માનવામાં આવે છે કે તેના ઘરમાં રહેવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ધન અને સમૃદ્ધિ વધે છે. મની પ્લાન્ટનો વેલો જેટલો વધુ ઉગે છે તેટલો જ લોકોના ઘરની પ્રગતિ થાય છે અને પૈસા આવે છે.

જો તમે આ છોડનો લાભ લેવા માંગતા હો તો મની પ્લાન્ટ લગાવતી વખતે મની પ્લાન્ટ માટેના વાસ્તુ નિયમોનું ચોક્કસ પાલન કરો. વાસ્તુ નિયમોની અવગણના કરવાથી વિપરીત અસર થવા લાગે છે. આવી સ્થિતિમાં તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

જાણો મની પ્લાન્ટ સંબંધિત વાસ્તુ નિયમો શું છે


યોગ્ય દિશામાં લગાવો

મની પ્લાન્ટને યોગ્ય દિશામાં લગાવવો જરૂરી છે. આ માટે શ્રેષ્ઠ દિશાને અગ્નિ ખૂણો એટલે કે દક્ષિણ-પૂર્વ માનવામાં આવી છે. આ દિશાના દેવતા ગણપતિ છે અને પ્રતિનિધિ શુક્ર છે. આ છોડને અગ્નિ ખૂણામાં લગાવવાથી શુક્ર બળવાન બને છે અને ધનના આગમનના માર્ગો ખુલી જાય છે. તેને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવું જોઈએ. ઇશાન ખૂણાના પ્રતિનિધિને ગુરુ બૃહસ્પતિ માનવામાં આવે છે અને શુત્ર અને બૃહસ્પતિ વચ્ચે પ્રતિકૂળ સંબંધ છે. આવી સ્થિતિમાં પરિવારમાં નકારાત્મક અસર જોવા મળી શકે છે.

પાંદડા જમીનને સ્પર્શવા ન જોઇએ

ઘણા લોકો તેનો વેલો ફ્લોર પર ફેલાવે છે, પરંતુ વાસ્તુ નિયમો અનુસાર તે ખોટું છે. મની પ્લાન્ટનો સંબંધ પરિવારના સભ્યોની પ્રગતિ સાથે છે. આવી સ્થિતિમાં દોરડાની મદદથી આ વેલો ઉપર ચડાવો. જો તેના પાંદડા જમીનને સ્પર્શે તો ઘરમાં નકારાત્મકતા આવે છે.

  • Follow us on: