• હવનની અગ્નિમાં મૂકવામાં આવેલો પદાર્થ સીધો દેવતાઓ સુધી પહોંચે છે
  • દરેક પૂજામાં હવન કરવો શુભ માનવામાં આવે છે
  • નવરાત્રિ દરમિયાન હવન વિના દેવી દુર્ગાની પૂજા અધૂરી માનવામાં આવે છે

હવન એ હિંદુ પરંપરામાં થતુ મુખ્ય કર્મકાંડ છે. આમાં કેટલાક પદાર્થોનું મિશ્રણ અગ્નિમાં ઉમેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હવનની અગ્નિમાં મૂકવામાં આવેલો પદાર્થ સીધો દેવતાઓ સુધી પહોંચે છે અને તેમને સંતુષ્ટ કરે છે. જો કે દરેક પૂજામાં હવન કરવો શુભ માનવામાં આવે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન હવન વિના દેવી દુર્ગાની પૂજા અધૂરી માનવામાં આવે છે. પુરાણો અનુસાર હવન દુર્ગા પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

દેવી ભાગવત પુરાણ અનુસાર દુર્ગા હવન માટે દુર્ગા સપ્તશતીના 11 પાઠ કરવા

કોઈપણ પૂજામાં હવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો પૂજાની સાથે હવન કરવામાં આવે તો તે પૂજાનું બમણું ફળ આપે છે. તેથી, હવનને કોઈપણ પૂજા અને તહેવારની મુખ્ય વિધિ માનવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર દુર્ગા હવન માટે દુર્ગા સપ્તશતીના 11 પાઠ કરવા જોઈએ. જેના કારણે સાધકને વિશેષ ફળ મળે છે. હવન કરવા માટેની સામગ્રીમાં આંબાનું લાકડું, સાગ, લીમડો, દેવદારના મૂળ, ચંદન, તલ, અશ્વગંધા મૂળ, કપૂર, લવિંગ, અક્ષત, બ્રાહ્મી, બહેડા ફળ, ઘી, તલ, લોબાન, એલચી અને દ્રવ્યોનો સમાવેશ થાય છે. હવન સામગ્રીમા સુગંધીત ઔષધો ઉમેરવામાં આવે છે.

નવરાત્રિ હવન

હવન શબ્દનો અર્થ

'હવન' શબ્દ સંસ્કૃત શબ્દ 'હોમ' પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે અગ્નિમાં મૂકવું, અર્પણ કરવું અને બલિદાન આપવું. હિન્દુ સંસ્કૃતિમાં, હવન, જેને 'યજ્ઞ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભગવાનની ભક્તિ સાથે સંકળાયેલ છે. તે એક ખાસ પ્રસંગ પર સામાન્ય રીતે આંબાના લાકડા, અગરબત્તીઓ, કપૂર, ઘી અને અન્ય જરૂરી સામગ્રી સાથે કરવામાં આવતી ધાર્મિક વિધિ છે. આમાં હવનકુંડમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે અને મંત્રોચ્ચાર કરતી વખતે તેમાં હવન સામગ્રી નાખવામાં આવે છે. સ્વાહા બોલતાની સાથે જ અગ્નિદેવનું મોં ખુલ્લે છે અને ભગવાનને સીધુ મળે છે. 

  • Follow us on: