• નવરાત્રિમાં દુર્ગા માતાના મંદિરે દર્શન કરો
  • યથાશક્તિ દાન-પુણ્ય કરો
  • માતાની ભક્તિમાં થઇ જાઓ લીન

શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે અને સમગ્ર દેશમાં દુર્ગા પંડાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. બીજા દિવસે 5 ઓક્ટોબરે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે જો તમે ગરીબી, બીમારી, માનસિક તણાવ કે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોવ તો નવરાત્રિમાં કેટલાક વાસ્તુ ઉપાયો જણાવવામાં આવે છે. જેથી તમે મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો.

નવરાત્રિમાં કરો વાસ્તુ ઉપાય

નવરાત્રિમાં દુર્ગા માતાના મંદિરે દર્શન કરો. એવું માનવામાં આવે છે કે મા દુર્ગાને લાલ રંગ ખૂબ જ પ્રિય છે અને આ રંગનો ધ્વજ ફરકાવવાથી તેમના પરિવાર પર આશીર્વાદ મળે છે. તેમજ વ્યક્તિના તમામ અધુરા કાર્યો પૂર્ણ થાય છે.

સિંદૂર વડે સ્વસ્તિક બનાવો

નવરાત્રિના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ સિંદૂર લગાવીને સ્વસ્તિક બનાવો. આ પછી પાણીમાં હળદર નાંખીને પીપળાના ઝાડને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ વાસ્તુ ઉપાય નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર આસોપાલવ અથવા આંબાના પાંદડાનું તોરણ લગાવો

શારદીય નવરાત્રિ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ રાખો. એવું કહેવાય છે કે તેનાથી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં ધનનો પ્રવાહ વધે છે. આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

  • Follow us on: