- બજરંગબલીના ભક્તોએ શ્રી રામ, શિવજીનો અનાદર ન કરવો
- ગૃહસ્થ બ્રહ્મચર્યનું પાલન કરવું
- નશીલા પદાર્થોનું સેવન ટાળવું
સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. આજે વાત કરીશું બજરંગબલીની. તેમની ઉપાસના અને પૂજા માટે મંગળવારને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે તેમની સાચા મનથી પૂજા કરવી. આમ કરવાથી તેઓ પ્રસન્ન થશે અને ભક્તો પર કૃપા વરસાવશે. શ્રી રામના ભક્ત હનુમાનજી આજે પણ ધરતી પર છે અને સાથે મુસીબતમાં ભક્તોની સમક્ષ પ્રકટ થઈ જાય છે. જીવનમાં કોઈ સમસ્યા એવી નથી જેનું સમાધાન બજરંગબલીના ઉપાયોમાં નથી. આ કારણે બજરંગબલીના લાખો ભક્ત છે. આ સાથે હનુમાનજીની સાધના અને ઉપાયો કરતી સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો જાણો શું કરવું અને શું ન કરવું.
ભૂલથી પણ ન કરો આ કામ
- જ્યોતિષના અનુસાર બજરંગબલીના ભક્તોએ કેટલીક વિશેષ ચીજોનું ધ્યાન રાખવું. જો તમે હનુમાનજીની કૃપા ઈચ્છો છો તો તમે માંસાહાર સહિતના નશીલા પદાર્થોનું સેવન ભૂલથી પણ ન કરો.
- શાસ્ત્રોમાં કહેવાયું છે કે બજરંગબલીના ભક્તોએ પૂજા કરનારા લોકોએ અન્ય વ્યક્તિનું અપમાન કરવું નહીં. ખાસ કરીને કોઈ ભિખારી, ગરીબ, રોગી, અને બુઝુર્ગ વ્યક્તિનું અપમાન ન કરવું.
- માન્યતા છે કે હનુમાનજીના ભક્તોએ ભૂલથી પણ શ્રી રામ અને ભગવાન શિવનો અનાદર ન કરવો. આમ કરવાથી પતન થશે.
- એવી પણ માન્યતા છે કે હનુમાનજીના ભક્તો કોઈ પણ અન્ય દેવતાની નિંદા ન કરે. તેનાથી બજરંગબલીને નારાજ થવામાં જરા પણ વાર લાગતી નથી.
હનુમાનજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય
જ્યોતિષના અનુસાર જો તમે હનુમાનજીના પરમ ભક્ત છો તો તેમને પ્રસન્ન કરવા તેમની કૃપા કાયમ રાખો. શ્રી રામના ભક્ત હનુમાનજીની કૃપા માટે સૌથી સરળ ઉપાય રામ નામનો જાપ છે. શાસ્ત્રોના અનુસાર કોઈ અન્ય મંત્રનો જાપ ન કરો. કોઈ અન્ય ઉપાય ન કરો, પૂજા કરો કે નહીં પણ ફક્ત 2 નામ રામના નામનો સૌથી વધુ વખત જાપ કરશો તો તમારા જીવનની મોટી સમસ્યાઓ પણ હલ થશે. આ ઉપાય કરવાથી વ્યક્તિ મોટી સમસ્યાથી બહાર આવે છે.