રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

મનનું સમતોલન અને સ્વસ્થતા જાળવી લેજો. ઉશ્કેરાટ કાબુમાં રાખજો, આર્થિક સંજોગો પ્રતિકૂળ જણાશે. ધારી આવક મુશ્કેલ જણાય, ખર્ચ ઘટાડવા કરકસર જરૂરી. આપના મહત્ત્વના કાર્યાલયના કામો મિલકત-વાહન સંબંધ બાબતોને હલ કરવા સમય સુધરતો દેખાશે, નોકરી અંગે મહત્ત્વનું કામ થાય, વેપાર-વ્યવસાયમાં નવીન તક મળે, આપના કૌટુંબિક જીવનમાં આપે લાગણી અને ધૈર્યની મદદથી સુખ, શાંતિ જાળવી શકશો, આરોગ્ય ચિંતા દૂર થાય, પ્રવાસ સુખદ બને.

વૃષભ (બ.વ.ઉ.)

અંગત મૂંઝવણો અને અગમ્ય ચિંતાનો અનુભવ થતો લાગશે, નાણાભીડ વચ્ચેથી આપ કોઈઇ માર્ગ મેળવી કોઈ કામ પૂરતી નાણાંની જોગવાઈ કરી શકવામાં સક્ષમ થઈ શકશો, મકાન-વાહન યા અન્ય સરકારી ખાનગી કે કાનૂની કામકાજોમાં વિલંબ જોવા મળે, નોકરીનું કામ પણ અટકતું લાગે, ધંધામાં ધાર્યું કામ થવામાં અંતરાય જોવા પડે. આપના ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો, સગાં-સ્નેહી અંગેની કોઈ બાબત હલ કરી શકાય, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં વિઘ્ન દૂર થાય.

મિથુન (ક.છ.ઘ.)

નકારાત્મક વિચાર અને કાલ્પનિક ચિંતાના કારણે બેચેની અનુભવાશે, આર્થિક સંજોગો કઠિન જણાય અને ધારી આવક વિલંબિત થાય, અલબત્ત દૈવયોગે કોઈ કામ અંગે સારો રસ્તો રાહત અપાવે, કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે, સરકારી-ખાનગી કામોની ગૂંચવણો ઉકેલવા વધુ પ્રયત્નો જરૂરી, નોકરીમાં કામ વધે, ધંધામાં લાભ વિલંબિત થાય, ગૃહજીવનની સમસ્યા સૂલઝાવી શકો, જતું કરવું, માફ કરવું નીતિથી સુખ, આરોગ્ય ચિંતા રહે, પ્રવાસ ફળદાયી.

કર્ક (ડ.હ.)

આપની નિરાશા અને અસ્વસ્થતામાંથી બહાર નીકળવાના સંજોગો દેખાય, નાણાકીય બાબતો અને લોન-કરજ વગેરે બાબત તણાવનો ઉપાય મળે, ઉતાવળા સાહસ- રોકાણ ન કરવા. સંપત્તિ-વાહન અંગે સમય સુધરે, સાનુકૂળ તક મળે, નોકરી અંગે પ્રગતિકારક, ધંધાકીય સંજોગો સુધરશે, કૌટુંબિક બાબતો, સામાજિક પ્રસંગ સગાં, સ્નેહીસંબંધો અંગે સમય સુખદ, આરોગ્ય જાળવવું, પ્રવાસમાં સાવચેત રહેવું.

સિંહ (મ.ટ.)

મનોકામના અધૂરી રહેવાથી ઘણી વ્યથા અનુભવાય, ધીરજ ખૂટે નહીં તે જોજો, ધીમે ધીમે સંજોગો સારા બને, આવક-જાવક વચ્ચે સમતોલન રાખીને ગણતરીપૂર્વક ચાલવાથી એકંદરે સારું રહે, ખર્ચા ટાળજો, લોભ-લાલચમાં નવ પડવું, આપની કામગીરીઓ-નોકરીના પ્રશ્નો યા વેપાર ધંધાની બાબતો માટે સમય મધ્યમ છે. પ્રગતિ, નિષ્ફળતા, દાંપત્યજીવન-કૌટુંબિક બાબતો, પ્રેમ-પ્રસંગો અને સામાજિક કાર્યો અંગે ગ્રહમાન સાનુકૂળ, શુભ બને, આરોગ્ય જાળવજો, પ્રવાસમાં વિલંબ.

કન્યા (પ.ઠ.ણ.)

મનની મૂંઝવણો અને વિષાદના કારણે બેચેની અનુભવાય, પ્રવૃત્તિશીલ રહી રાહત મેળવી શકો, નાણાકીય પરિસ્થિતિ ઘણી તંગ જણાય, ધારી આવક ન થતાં કોઈ કામ અટકતું લાગે, સાહસ ન કરવું. મહત્ત્વના કામકાજોને સફળ બનાવવા વધુ પ્રયત્નો જોઈશે અને ધીરજ પણ રાખવી પડે, નોકરી-ધંધામાં સંજોગો સુધરશે ખરા, ગૃહજીવનમાં મતભેદનો પ્રસંગ, કૌટુંબિક બાબતોમાં સમાધાન રાખવું, આરોગ્ય સુધરે, પ્રવાસ ફળદાયી.

તુલા (ર.ત.)

વિષાદ-વ્યથાની લાગણીમાંથી મુક્તિ મેળવવા મેડિટેશન-ધ્યાન વધુ મદદરૂપ થશે. ક્ષમા, જતું કરવાની ભાવનાથી રાહત, આવક કરતાં વ્યય ખર્ચના પ્રસંગ વધતા તણાવ વર્તાય, બંને પાસા સમતોલ રાખવા મુશ્કેલ લાગે, ધારી આવક વિલંબમાં પડે, કોઈની મદદથી કામ ચાલે, નોકરિયાત વર્ગને મનનું ધાર્યું ન થાય, સહકર્મી કે ઉપરથી પણ ચકમક થાય, વ્યવસાયમાં ધીમી પ્રગતિ-અન્ય કાર્યો થઈ શકે, પતિ-પત્નીના મતભેદો દૂર થાય, સ્વજનથી મિલન-અગત્યનો પ્રસંગ આવે, આરોગ્ય કાળજી માગે- પ્રવાસમાં સાવધાની.

વૃશ્ચિક (ન.ય.)

આપની મનોસ્થિતિ અસ્વસ્થ કે અસ્થિર બનાવે તેવી ઘટના સામે સહનશક્તિ અને ધીરજ ઉપયોગી બને, નાણાકીય સંજોગો પ્રતિકૂળ હોય પરંતુ હવે નવી આશાનો માર્ગ ખૂલતો લાગે, ખર્ચા ટાળવા- ઉઘરાણી પર લક્ષ આપવું, કાર્ય સફળતાના યોગો હોઈ નોકરી ધંધા કે અન્ય બાબતો પર ધ્યાન આપી પુુરુષાર્થ કરી લેજો જે ફળદાયી રહે, જીવનસાથીની મદદ- ઉપયોગી, કુટુંબીજન સાથે સમાધાનથી વર્તવું, વિરોધીથી સાવધાન રહેવું, તબિયત સચવાય, પ્રવાસમાં સાનુકૂળ થાય.

ધન (ભ.ફ.ઢ.ધ.)

મનની પરિસ્થિતિ ડામાડોળ ને અજંપો ભીતરને કોરી ખાતો લાગે, આર્થિક પરિસ્થિતિ ધાર્યા કરતા હજી વધુ બગડવાની શક્યતા જણાશે, ખોટા-વ્યય- વિશ્વાસઘાતથી સાચવવું, અગત્યના કામકાજો અંગે સમય સાથ આપતા સફળતાની આશા વધે, નોકરિયાતને કોઈ નવી તક મળે, ધંધા-વેપાર અંગે સમ. લાભની આશા, દાંપત્યજીવનમાં મતેભેદ ટાળવા, સહકાર-લાગણી જરૂરી સમજવા, કૌટુંબિક કામ પ્રસંગ અંગે સાનુકૂળતા, આરોગ્ય સંભાળી શકશો, પ્રવાસ મજાનો.

મકર (ખ.જ.)

મનની મૂંઝવણો અને શંકા-કુશંકા વગેરેમાંથી બહાર આવી શકતા રાહત મળે, આર્થિક સમસ્યાનો હલ કરવાના પ્રયત્નો ફળદાયી બને, કોઈ આવક-મદદ કે ઉઘરાણીથી કામ ઉકેલાતું જણાય, નોકરી અંગે પણ સામા પવને ચાલવું પડે, લાભ સામે હાની દેખાય ચાલવું પડે, લાભ સામે હાની દેખાય, કાર્ય સફળતા માટે મુશ્કેલી જોવી પડે, કૌટુંબિક કામકાજ-સ્વજનોેથી સંબંધો, પતિ-પત્ની સગાં અંગે સમય મનદુઃખકારક જણાય, આરોગ્ય સાચવજો, પ્રવાસમાં વિલંબ જોવાય.

કુંભ (ગ.શ.સ.)

આપનો આ સમય આપની માનસિક યા શારીરિક તકલીફોમાંથી બહાર લાવે, ઉદ્વેગ દૂર થાય, આવકના નવા સ્ત્રોત ઊભા થાય, તેવા સંજોગો આવે, ઉઘરાણી પર ધ્યાન આપવું, ખર્ચના પ્રસંગો જણાય, ધંધા-વ્યવસાયની કોઈ કામગીરી, સહકારી બૅન્ક કે અન્ય કચેરીઓના કામ અંગે સાનુકૂળ મદદ મળે, નોકરિયાતને કોઈ પરિવર્તનની તક સર્જાય, જીવનસાથી અંગે આપની લાગણી કે ભાવનાને વ્યક્ત કરશો તો આનંદ આનંદ. સ્વજન-કુટુંબીઓથી ગેરસમજ રાખવી, આરોગ્ય બગડતું લાગે, પ્રવાસમાં વિલંબ થાય.

મીન (દ.ચ.ઝ.થ.)

આપના અગત્યના પ્રશ્નો અને સર્જાતા સંજોગોના કારણે તણાવ અનુભવાય, ધીરજના ફળ મીઠા સમજવા, નાણાકીય પરિસ્થિતિને સાચવી શકો, વધુ બગડે નહીં તે અંગેના પ્રયત્નો માટે મિત્ર-સ્નેહીથી મદદ મળે, લેણદારો અંગેની ચિંતા હળવી બને, મકાન-વાહન અંગે સાનુકૂળ શુભ તક મળે, નોકરી અંગે સફળતા, ધંધા-વ્યવસાય અંગે લાભદાયી કાર્ય રચના. આરોગ્ય જળવાતું જણાય, પ્રવાસમાં વિઘ્ન.