રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 ફાગણ વદ તેરસ - મંગળવાર, પંચક. માસિક શિવરાત્રી.

[[$alsoread]]

મેષ રાશિ

નાણાકીય સમસ્યાના નિવારણના કોઈ ઉપાય મળી આવે, ખર્ચ પર અંકુશ રાખજો, પ્રવાસ-પર્યટન.

વૃષભ રાશિ

અગત્યની કાર્યરચના અને વ્યસ્તતા અનુભવાય, આર્થિક બાબતો પર નજર રાખવી હિતાવહ સમજો.

મિથુન રાશિ

'મન હોય તો માળવે જવાય' એ ઉક્તિ ખોટી ન પડે તે માટે વધુ દૃઢતા અને મહેનત જરૂરી બને.

કર્ક રાશિ

માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા નકારાત્મક વિચારો પર કાબુ જરૂરી માનજો.

સિંહ રાશિ

ધીરજના ફળ મીઠાં સમજવા, અંતરાય અને નિષ્ફળતાની ચિંતા છોડી આગળ વધજો.

કન્યા રાશિ

આપના હાથ ધરેલા કામકાજો અંગે કોઈ સાનુકૂળ તક સંજોગ સર્જાતા જણાય, પ્રવાસ, મિલન-મુલાકાત.

તુલા રાશિ

આપની મુશ્કેલીઓનો અંત આવતો જણાય, નવી દિશા ખૂલે, સ્વજનનો સહકાર.

વૃશ્ચિક રાશિ

માનસિક સ્વસ્થતા ટકાવી રાખજો, સામા પવને ચાલવા છતાં ધ્યેય તરફ પ્રગતિ થતી જણાય.

ધન રાશિ

ધાર્યા કામમાં વિઘ્ન અને મુશ્કેલી આવતી હોય તો સમાધાનકારી વલણ મદદરૂપ થશે, પ્રવાસ ફળે.

મકર રાશિ

આપના હાથ ધરેલાં કામકાજોને આગળ ધપાવવા ધીરજ અને સ્વસ્થતા જરૂરી સમજજો.

કુંભ રાશિ

સામાજિક કામ પ્રસંગો અને હરવા ફરવા માટે સંજોગો સાનુકૂળ થતાં જણાશે. મિલન-મુલાકાત.

મીન રાશિ

જવાબદારીઓનો બોજ ધીમે ધીમે હળવો થઈ ઉતરશે, અલબત સમય બડા બલવાન, તબિયત સાચવવી.

  • Follow us on: