રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082. વૈશાખ સુદ બીજ. રવિવાર, પરશુરામ જયંતી. અખાત્રીજ. મુ. જિલ્કાદ
મેષ રાશિ
મનોકામનાની પૂર્તિ માટેના પ્રયત્નો સફળ બનતા જોવાય, લાગણી દુભવાતો પ્રસંગ મન પર ન લેશો.
વૃષભ રાશિ
ધાર્યા કામકાજો આડે વિઘ્નો જણાશે, ગૃહજીવનના પ્રશ્નો પેચિદા બનતા લાગે, આરોગ્ય જાળવી શકો.
મિથુન રાશિ
ચિંતાઓના વાદળો હઠતા જણાય, પ્રયત્નોને સફળ બનાવી શકશો, કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
કર્ક રાશિ
આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોજો ઉતાવળા બનવાથી નુકસાનની સ્પષ્ટતા રહે, સામાજિક પ્રવૃત્તિ થાય.
સિંહ રાશિ
મૌન વ્રત અને ધીરજ દ્વારા તમો વધુ શાંતિ મેળવી શકશો, મુશ્કેલીનો ઉપાય મળશે. મિલન-મુલાકાત.
કન્યા રાશિ
આપના મૂંઝવતા પ્રશ્નો હલ થતા જણાય, પ્રવાસ-પર્યટન સફળ થાય, ગૃહવિવાદનો પ્રસંગ.
તુલા રાશિ
તમારા પ્રયત્નો-ઇચ્છાઓ ફળે ધાર્યા કામમાં સફળતા મળતી જણાય, સાનુકૂળ દિવસ.
વૃશ્ચિક રાશિ
આવક કરતાં ખર્ચ વધવા ન દેશો, કૌટુંબિક મતભેદ નિવારજો, આરોગ્ય સાચવવું.
ધન રાશિ
અગત્યના કાર્ય માટે સાનુકૂળતા, મિલન-મુલાકાત સફળ થાય, પ્રવાસમાં સાચવવું.
મકર રાશિ
લાભ કરતાં વ્યય વધે, ગૃહવિવાદમાં સંભાળવું, આપના કાર્યમાં અવરોધ જણાય.
કુંભ રાશિ
ધંધા-વ્યવસાયિક કામ સફળ થાય, કાર્યમાં સફળતા મળે.
મીન રાશિ
સાનુકૂળતા વધારતો દિવસ, નવીન કાર્ય થાય, પ્રવાસ-મિલન-મુલાકાત.









