રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2082 મહા સુદ બીજ - મંગળવાર, ચંદ્રદર્શન. શિશિરઋતુનો ઉત્તરાર્ધ શરૂ.
મેષ રાશિ
લાભની આશા ફળે, કુટુંબ કાર્ય વધે, ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
વૃષભ રાશિ
ચિંતા-અશાંતિ બાદ રાહત અનુભવાય, ખર્ચ-વ્યય વધતું લાગે, ઉધારી ટાળજો.
મિથુન રાશિ
સામાન્ય અવરોધ-વિલંબ વધે, મિત્ર વડીલની મદદ ઉપયોગી બને, નાણાભીડ.
કર્ક રાશિ
પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, ચિંતાના વાદળ વિખેરાય, મિલન-મુલાકાત.
સિંહ રાશિ
માનસિક ઉદ્વેગ- તણાવમાં રાહત, તબિયત સુધરે, આવકની તક વધે.
કન્યા રાશિ
પ્રતિકૂળતા સામે ધીરજથી કામ કરવું. વ્યવસ્થિત આયોજન જરૂરી, ખર્ચ ટાળજો.
તુલા રાશિ
લાભની આશા ઠગારી જણાય, સામે લેણદારોથી તણાવ, પ્રવાસ.
વૃશ્ચિક રાશિ
સમય કઠિન લાગે પણ કોઈ મદદ, રાહત અને કાર્ય સફળતાની તક પણ છે.
ધન રાશિ
પ્રયત્નો ફળે, ગૃહવિવાદ ટાળજો, ધંધા-વેપાર અંગે સમસ્યા જણાય.
મકર રાશિ
અવરોધને પાર કરી શકશો, ફળ વિલંબથી મળે, ગૃહજીવનમાં સાનુકૂળતા.
કુંભ રાશિ
સમય ધીમે ધીમે સાનુકૂળ બને, આગળ વધવાની તક ખૂલે, પ્રવાસ.
મીન રાશિ
આવક સામે ખર્ચ વધતાં મૂઝવણ જણાય, કૌટુંબિક કાર્ય હલ થાય.









