રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 ફાગણ સુદ બારસ- શનિવાર, ગોવિંદ દ્વાદશી. બુધ શુક્રની યુતિ.

[[$alsoread]]

મેષ રાશિ

આપની લાંબા સમયથી ચાલતી કોઈ સમસ્યા કે રૂકાવટો હશે તો હવે હલ કરી શકશો.

વૃષભ રાશિ

પ્રતિકૂળતાના સંજોગો હશે તો દૂર થાય, નાણાભીડનો ઉપાય મળે, પ્રવાસ.

મિથુન રાશિ

સામાજિક પ્રવૃત્તિ અને કામગીરી અંગે સાનુકૂળતા, સ્વજનથી સહાય, ખર્ચ વધે.

કર્ક રાશિ

પ્રવાસ, મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા, તબિયત સાધવી શકશો, નાણાભીડ.

સિંહ રાશિ

અગત્યના પ્રશ્નોની ચિંતા દૂર થાય, તણાવ હળવું બને, નાણાભીડ દૂર કરવાનો હલ મળે.

કન્યા રાશિ

આપના પ્રયત્નો ફળદાયી બનતા જણાય, પ્રેમની આશ અધૂરી જણાય. સંતાનની સમસ્યા દૂર થાય.

તુલા રાશિ

આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ દેખાય, આવક કરતાં ખર્ચ ન વધે તે જોજો, કૌટુંબિક બાબત ઉકેલાય.

વૃશ્ચિક રાશિ

સાંસારિક કામકાજો અંગે નાણાકીય બાબતોને હાથ ધરી શકશો, માનસિક સ્વસ્થતા ટકે.

ધન રાશિ

આપના નોકરીમાં ધંધા કે સંપત્તિના કામકાજો અંગે કોઈની મદદથી સફળતાના સંકેત આવી મળે.

મકર રાશિ

આપના મનના ઓરતાઓ મનમાં જ ન રહી જાય તે માટે યોગ્ય દિશામાં પ્રયત્નો જરૂરી માનજો.

કુંભ રાશિ

આપનો પરિશ્રામ સાર્થક અને ફળદાયી બનતો જોઈ શકશો, સ્વજન મિત્રનો સાથ, પ્રવાસ ફળે.

મીન રાશિ

આપની માનસિક અશાંતિ યા મૂંઝવણો દૂર કરવા માટે જાગૃત અને સક્રિય બનવું પડે, વિવાદ ટાળજો.

  • Follow us on: