રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.


[[$googlead]]

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ બારસ - સોમવાર, વામન દ્વાદશી-સોમ પ્રદોષ વ્રત.

[[$alsoread]]

મેષ રાશિ

આપના કૌટુંબિક પ્રશ્નો અંગે સાનુકૂળતા સર્જાય, નોકરીની ચિંતા દૂર થાય, ખર્ચ રહે.

વૃષભ રાશિ

આવક સામે ખર્ચ વધતા જણાય, કૌટુંબિક વિવાદથી દૂર રહેજો, અગત્યની તક સર્જાય.

મિથુન રાશિ

ચિંતા-અશાંતિના વાદળ વિખેરાય, પ્રસન્નતા સર્જાય, આવક વૃદ્ધિના પ્રયત્નો ફળે.

કર્ક રાશિ

લાભદાયી તક સર્જાય, કૌટુંબિક કામકાજ અંગે સાનુકૂળતા રહે, તબિયત સાચવવી.

સિંહ રાશિ

ધીરજની કસોટી થતી લાગે, માનસિક ઉદ્વેગ દૂર થાય, પ્રવાસ મજાનો રહે.

કન્યા રાશિ

આપના મનની મૂંઝવણનો ઉકેલ શોધી શકશો, ખર્ચ વ્યય વધે નહીં તે જોજો, પ્રવાસ.

તુલા રાશિ

નાણાકીય બાબતો પર વધુ લક્ષ આપજો, શેર-સટ્ટા- ઉધારીથી દૂર રહેજો, સામાજિક પ્રસંગો થઈ શકે.

વૃશ્ચિક રાશિ

આપની અંતરાશિકરણની અશાંતિના અંધારા ઉલેચી શકશો, સ્નેહીથી સંવાદિતા.

ધન રાશિ

આપના ઘરના અને વ્યવસાયના કામકાજો ગૂંચવાય નહીં તે માટે સંયમ-સ્વસ્થતા જરૂરી માનજો.

મકર રાશિ

આપની અકારણ ચિંતા હશે તો તેમાંથી મુક્તિ મળે, ગૃહજીવનના કામ થઈ શકે.

કુંભ રાશિ

તબિયતની કાળજી લેવી પડે, આર્થિક પ્રશ્નોેનો હલ દેખાય, પ્રેમ પ્રસંગથી વ્યથાનો અનુભવ.

મીન રાશિ

અગત્યના કામકાજોને આગળ ધપાવી શકશો, પ્રયત્નો ફળદાયી બને, ગૃહજીવનમાં સંવાદિતા.


  • Follow us on: