આ ગ્રહો છે – બુધ, શુક્ર, શનિ, નેપ્ચ્યુન, યુરેનસ અને ગુરુ. નાસા અને ખગોળ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ દુર્લભ પ્લેનેટરી એલાઇનમેન્ટ ફેબ્રુઆરીના અંતથી માર્ચની શરૂઆત સુધી રહેશે, જેમાં 28 ફેબ્રુઆરીએ સૌથી સ્પષ્ટ દ્રશ્ય જોવા મળશે. એક સાથે એટલા ગ્રહો સાંજના આકાશમાં દેખાવું દુર્લભ છે.


કયા ગ્રહો દેખાશે અને કેવી રીતે ઓળખશો?

આ બધા ગ્રહો સૂર્યના પરિક્રમા માર્ગ (એક્લિપ્ટિક) પર ગોઠવાયેલા દેખાશે. સૂર્યાસ્ત પછી લગભગ 30-45 મિનિટે પશ્ચિમ દિશામાં જુઓ.

શુક્ર (Venus): સૌથી તેજસ્વી, ક્ષિતિજની નજીક. તેને સાંજનો તારો પણ કહેવામાં આવે છે.

બુધ (Mercury): શુક્રની નજીક અને થોડો ઉપર. ક્ષિતિજ પાસે હોવાથી જોવો મુશ્કેલ થઈ શકે.

શનિ (Saturn): સ્થિર પ્રકાશ સાથે, શુક્ર અને બુધથી ઉપર.

ગુરુ (Jupiter): સૌથી ઊંચે અને તેજસ્વી.

યુરેનસ: ગુરુની નજીક, પણ ખૂબ ધૂંધળો. દૂરબીનથી દેખાશે.

નેપ્ચ્યુન: ક્ષિતિજ પાસે અને સૌથી ધૂંધળો. ટેલિસ્કોપ જરૂરી.

નરી આંખે શુક્ર, ગુરુ, શનિ અને અનુકૂળ પરિસ્થિતિમાં બુધ દેખાશે. યુરેનસ અને નેપ્ચ્યુન માટે દૂરબીન જરૂરી છે.

ક્યારે અને ક્યાંથી જોવું?

તારીખ: 28 ફેબ્રુઆરી 2026 (ફેબ્રુઆરી અંતથી માર્ચ શરૂઆત સુધી)

સમય: સૂર્યાસ્ત પછી 30 મિનિટથી 1 કલાક

દિશા: પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ

શહેરની લાઈટ્સથી દૂર ખુલ્લી જગ્યાએથી જોવું ઉત્તમ.

ચંદ્ર લગભગ પૂર્ણિમા નજીક હશે, તેથી તેની તેજસ્વિતા ધૂંધળા ગ્રહોને ઢાંકી શકે છે.

શું ગ્રહો ખરેખર સીધી લાઇનમાં હોય છે?

આ વાસ્તવમાં દૃષ્ટિભ્રમ (Optical Illusion) છે. ગ્રહો અલગ-અલગ કક્ષામાં ફરતા હોય છે, પરંતુ પૃથ્વી પરથી તેઓ એક લાઇનમાં દેખાય છે. સોશિયલ મીડિયા પર સાત ગ્રહોની તસવીરો વાયરલ છે, જેમાં મંગળનો સમાવેશ બતાવવામાં આવે છે. આ ખોટું છે. મંગળ આ વખતે સવારના આકાશમાં દેખાશે, આ એલાઇનમેન્ટનો ભાગ નથી.

આ પણ વાંચો: Lucky Gemstone: આ રાશિ જો ધારણ કરી લે માણેક રત્ન, પ્રગત્તિ કોઇ રોકી ન શકે 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: