વર્ષ 2025 પૂર્ણ થવાને આરે છે. આવનારુ નવુ વર્ષ સારુ જાય તેવી સૌ કોઇ આશા રાખી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડ અચાનક જ આવી રહ્યા છે તેમાંથી જ એક ટ્રેન્ડ છે 777. આ નંબરને લઇને સોશિયલ મીડિયા પર લોકો વાતો કરી રહ્યા છે. મીમ બની રહ્યા છે. તેની થિયરીશેર કરી રહ્યા છે. લોકો એ પ્રયાસ કરી રહ્યા છે કે 777 નંબર આટલો વાયરલ કેમ છે.


777 નંબરની કેમ મચી છે હલચલ? 


777 વાયરલ થવાનું સૌથી મોટું કારણ દુનિયાનું ફેમસ લૉન્ગ હોલ જેટ સિરીઝ Boeing 777-300ER છે. હાલમાં જ એર ફ્રાંસએ જણાવ્યું કે તે પોતાના Boeing 777-300ER વિમાનમાં મોટા ફેરફાર કરી રહ્યું છે. આ પ્લેનમાં હવે નવુ લક્ઝુરિયસ ઇન્ટિરીયર અને પહેલા કરતા પણ વધારે સારી બિઝનેસ ક્લાસ સીટ આપવામાં આવી રહી છે. આ અપગ્રેડની સાથે એર ફ્રાંસ પેરિસથી એટલાન્ટા, બોસ્ટન, હ્યૂસ્ટન અને તલ અવીવ જેવી જગ્યા ઓ પર 777-300ERની ફ્લાઇટ વધારી રહ્યુ છે. આગામી બે વર્ષ એટલે કે 2025 અને 2026માં વધુ નવા 777 મોડલ સર્વિસમાં સામેલ થશે. ટ્રાવેલર્સ આ અપડેટને લઇને ઉત્સાહિત છે અને એટલે કે જ ગૂગલ ટ્રેન્ડ્સમાં 777 સતત ટ્રેન્ડ થઇ રહ્યું છે.


777નો આદ્યાત્મિક અર્થ

ઘણા લોકો માટે, '777' ફક્ત તકનીકી અથવા એવિશન માટેનો શબ્દ નથી, પરંતુ એક આધ્યાત્મિક પ્રતિક પણ છે. અંકશાસ્ત્રમાં, 7 નંબર નસીબ, નવી શરૂઆત અને સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલ છે. એવું કહેવાય છે કે 777 ને વારંવાર જોવાનો અર્થ એ છે કે તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તેને પરિવર્તન, પ્રગતિ અને માનસિક ઉન્નતિનું સંકેત માનવામાં આવે છે. ઘણા લોકો આજે "એન્જલ નંબર 777" શોધી રહ્યા છે.


777 ગેમિંગની દુનિયામાં પણ મહત્વપૂર્ણ છે.

ઓનલાઈન ગેમિંગ અને કેસિનો-શૈલીના સ્લોટ મશીનોમાં, '777' વિજયનું પ્રતીક છે. તેને ઘણીવાર જેકપોટ નંબર તરીકે ઓળખવામાં આવે છે. ખેલાડીઓ તેને નસીબ, વિજય અને મોટા પુરસ્કારોની નિશાની માને છે.એટલે જેવો આ નંબર વાયરલ થાય છે ત્યારે ગેમર્સ માની લે છે કે કદાચ કોઇ મોટુ ગેમિંગ અપડેટ, વાયરલ ક્લિપ કે વિજેતાની સ્ટોરી સામે આવી છે.

આમ એવિએશન અપગ્રેડ, આદ્યાત્મિક મહત્વ અને ગેમિંગની દુનિયામાં 777 ઇન્ટરનેટ પર નવો ક્રશ બની ગયો છે. દરેક વ્યક્તિ તેને પોતાની નજરથી જોઇ રહ્યું છે અને તે કારણોથી તે સર્ચ પણ કરી રહ્યા છે. આ કારણ છે કે આ નંબર આજે દરેક ફિલ્ડમાં દેખાઇ રહ્યો છે અને લોકોની જિજ્ઞાસા સતત વધતી જઇ રહી છે.