વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ એક ગ્રહ નિશ્ચિત અંતરાલ પર ગોચર કરીને ત્રિગ્રહી અને ચર્તુગ્રહી યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન તથા દેશ દુનિયા પર પડે છે. તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર માસમાં ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ અને માન સન્માનના દાતા સૂર્ય સિંહ રાશિમાં ગોચર કરશે. જ્યારે મનના કારક ચંદ્ર સિંહ રાશિમાં સિંહ રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે. પરિણામે કેટલીક રાશિના જાતકોને ફળદાયી નિવડશે.
સિંહ રાશિ
ત્રિગ્રહી યોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્નભાવ પર બનવાનો છે. તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે. તમે સમાજમાં વધુ લોકપ્રિય બનશો. વિવાહિત જીવનમાં ખુશીઓ રહેશે અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. કાનૂની બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે અને કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. ઉપરાંત આ સમય દરમિયાન,અપરિણીત લોકોને લગ્નનો પ્રસ્તવ મળી શકે છે. તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થશે, જેના કારણે સાથીદારો અને વરિષ્ઠ લોકો તમારી પ્રશંસા કરશે.
તુલા રાશિ
આ યોગ તમારી ગોચર કુંડળીના આવક અને નફા સ્થાનમાં બનવાનો છે. આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે. ઉપરાંત, આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામ મળશે અને પ્રેમ સંબંધોમાં સુધારો થશે. તમારી નાણાકીય સ્થિતિ સારી બનશે. તમને રોકાણથી લાભ થશે. કારકિર્દીમાં તમને નવી સિદ્ધિઓ મળશે. તકોને ઓળખો અને તમારા જીવનસાથી સાથે સમય વિતાવો.
કર્ક રાશિ
આ યોગ તમારી રાશિના ધન અને વાણી સ્થાનમાં બનવાનો છે. તેથી આ સમયે તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા અને નવી કુશળતા શીખવા માટે આ સમય શુભ છે. પ્રેમ સંબંધો મધુર બનશે. આ યોગના નિર્માણથી તમને અટકેલા પૈસા મળી શકે છે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. તમારી વાણીનો પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે. તમે મોટા લોકો સાથે સંબંધો બનાવશો જેનો તમને ફાયદો થશે.
(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )