આ વર્ષે આ પવિત્ર દિવસ 19 એપ્રિલ, રવિવારે ઉજવવામાં આવશે. માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવેલા કોઈપણ શુભ કાર્ય ખરીદી, દાન અથવા નવી શરૂઆત અક્ષય પુણ્ય આપે છે.

કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, તેથી લોકો સોનું-ચાંદી ખરીદવાનું શુભ માને છે. પરંતુ સોનું મોંઘું હોવાથી દરેક માટે ખરીદવું શક્ય નથી. આવા સમયે કેટલીક સસ્તી અને સરળ વસ્તુઓ પણ ખરીદી શકાય છે, જેને સોનું-ચાંદી જેટલું જ શુભ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયા ખરીદી માટે શુભ મુહૂર્ત

19 એપ્રિલે સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત સવારે 10:49 થી લઈને 20 એપ્રિલ સવારે 5:51 સુધી રહેશે.

ચોઘડિયા મુહૂર્ત:

પ્રાતઃ (ચલ, લાભ, અમૃત): સવારે 10:49 થી 12:20 સુધી

બપોર (શુભ): બપોરે 01:58 થી 03:35 સુધી

સાંજ (શુભ, અમૃત, ચલ): સાંજે 06:49 થી રાત્રે 10:57 સુધી

દ્રિક પંચાંગ મુજબ 20 એપ્રિલે પણ સવારે 5:51 થી 7:27 સુધી સોનું ખરીદવું શુભ રહેશે.

આ દિવસે ખરીદો આ સસ્તી વસ્તુઓ

જો સોનું-ચાંદી ખરીદી ન શકો તો આખા ધાણા બીજ, તાંબાના વાસણો, લાલ કપડું, ચોખા, ઘી, માટીનો ઘડો, દીવડા, કુંડુ, માટીના વાસણો અને નાની મૂર્તિઓ ખરીદી શકો છો.

માટીની વસ્તુઓ ખરીદવાનું મહત્વ

જ્યોતિષ મુજબ માટીની વસ્તુઓનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. મંગળને ઊર્જા, જમીન અને સાહસનો કારક માનવામાં આવે છે. તેથી આ દિવસે માટીની વસ્તુ ખરીદવાથી મંગળ મજબૂત બને છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

માટીનો ઘડો ખરીદી તેમાં સ્વચ્છ પાણી અથવા ગંગાજળ ભરીને ઘરે રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને સકારાત્મક ઊર્જા આવે છે. તેથી આ દિવસે માત્ર જ્વેલરી દુકાનોમાં નહીં પરંતુ કુંભારને ત્યાં પણ ભારે ભીડ જોવા મળે છે. 

આ પણ વાંચો: Mars rises in Pisces: 18 એપ્રિલથી આ રાશિ પર ધનવર્ષા, ગ્રહોના સેનાપતિ મંગળનો થશે ઉદય

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)