શાસ્ત્રો અનુસાર આ પવિત્ર દિવસે ગાય પૂજન, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની આરાધના સાથે દાનનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા લાવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026ના રોજ છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ગ્રહો સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી નવગ્રહ શાંત થાય છે અને કુંડળીમાં રહેલા દોષોના પ્રભાવ ઓછા થાય છે. ચાલો જાણીએ કે કયા ગ્રહ માટે શું દાન કરવું લાભદાયક માનવામાં આવે છે…

સૂર્ય ગ્રહ માટે દાન:

ગ્રહોના રાજા સૂર્ય નબળા હોય તો માન-સન્માન અને સંપત્તિમાં ઘટાડો થાય છે. તેને મજબૂત કરવા માટે લાલ કપડા, ઘંઉ, ગોળ, દૂધ, તાંબું, ઘી, સત્તુ અને મસૂર દાળનું દાન કરવું શુભ છે.

બુધ ગ્રહ માટે દાન:

બુદ્ધિ અને વ્યવસાયના કારક બુધને મજબૂત કરવા માટે ચાંદી, કાંસાના વાસણ, લીલા કપડા, મગની દાળ અને લીલી શાકભાજીનું દાન કરવું લાભદાયક છે.

મંગળ ગ્રહ માટે દાન:

મંગળને મજબૂત કરવા માટે લાલ કપડા, મસૂર દાળ, લાલ ચંદન, લાલ ફૂલ, મીઠાઈ, તાંબાના પત્ર અને માટીના ઘડાનું દાન કરવું જોઈએ. આથી સાહસ અને આત્મવિશ્વાસ વધે છે.

ગુરુ ગ્રહ માટે દાન:

દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે પીળા કપડા, મીઠાઈ, કેળા, ઘી અને ચણા દાળનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શુક્ર ગ્રહ માટે દાન:

શુક્રને મજબૂત કરવા માટે દૂધ, દહીં, ખાંડ, તરબૂચ, સત્તુ, સફેદ ચંદન અને અત્તર જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેથી વૈવાહિક જીવનમાં સુખ મળે.

શનિ ગ્રહ માટે દાન:

શનિ દેવની કૃપા માટે કાળા તલ, સરસવનું તેલ, કાળા કપડા, અન્ન અને કાળી છત્રી દાન કરવું શુભ છે, જેનાથી શનિદોષ ઓછો થાય છે.

ચંદ્ર ગ્રહ માટે દાન:

ચંદ્રને મજબૂત કરવા માટે દૂધ, દહીં, ખાંડ, ખીર, મોતી, શંખ અને સફેદ કપડાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી મન શાંત રહે છે અને એકાગ્રતા વધે છે.

રાહુ છાયા ગ્રહ માટે દાન:

રાહુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે કાળા તલ, નીલા અથવા કાળા કપડા, સરસવનું તેલ, નાળિયેર અને અડદ દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આથી માનસિક ગૂંચવણ, અવરોધો અને નકારાત્મકતા ઘટે છે.

કેતુ (આધ્યાત્મિકતા, મોક્ષ) માટે દાન:

કેતુને શાંત કરવા માટે ધાબળા, શ્વાનને ભોજન, તલ, નાળિયેર અને સફેદ અથવા પટ્ટાવાળા કપડાનું દાન કરવું લાભદાયક છે. આથી આધ્યાત્મિક પ્રગતિ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિના યોગ બને છે.

આ પણ વાંચો: Hans Rajyog 2026: ગુરૂ બનાવશે ખુબ જ શુભ હંસ રાજયોગ, આ રાશિની કિસ્મત ચાંદી જેમ ચમકશે

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)