આ શિવલિંગને ‘બાબા બર્ફાની’ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય સંભળાવ્યું હતું. આ ધામ આસ્થા, તપસ્યા અને કઠિન યાત્રાનો અનોખો સંયોગ છે.
અમરનાથ યાત્રા 2026 ક્યારે શરૂ થશે
અમરનાથ યાત્રા સામાન્ય રીતે જૂનના અંત અથવા જુલાઈની શરૂઆતમાં શરૂ થાય છે અને રક્ષાબંધન (શ્રાવણ પૂર્ણિમા) સુધી ચાલે છે. વર્ષ 2026માં યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 28 ઓગસ્ટે પૂર્ણ થશે. યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યુ છે
શા માટે ખાસ છે અમરનાથ મંદિર
અમરનાથ ગુફાની સૌથી મોટી વિશેષતા અહીં બનતુ પ્રાકૃતિક હિમલિંગ છે, જે ચંદ્રના વધઘટ સાથે આકાર બદલતુ જોવા મળે છે. ધાર્મિક માન્યતા મુજબ, અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી. માનવામાં આવે છે કે અહીં દર્શન કરનાર ભક્તોને મોક્ષ પ્રાપ્ત થાય છે અને પાપોનો નાશ થાય છે.
અમરનાથ ધામ કેવી રીતે પહોંચવું
અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે મુખ્ય માર્ગ છે. પહેલો પહલગામ માર્ગ, જે પરંપરાગત અને લાંબો (લગભગ 36-48 કિમી) છે. બીજો બાલટાલ માર્ગ, જે નાનો (લગભગ 14 કિમી) છે પરંતુ વધુ મુશ્કેલ માનવામાં આવે છે. યાત્રીઓ શ્રીનગર સુધી હવાઈ અથવા રેલ માર્ગે પહોંચી શકે છે અને ત્યાંથી રોડ દ્વારા પહલગામ અથવા બાલટાલ જઈ શકે છે.
અમરનાથ યાત્રા મુશ્કેલ માનવામાં આવે છે, તેથી આરોગ્ય ચકાસણી, રજીસ્ટ્રેશન અને જરૂરી દસ્તાવેજો અગાઉથી તૈયાર રાખવા જરૂરી છે. હવામાન અચાનક બદલાઈ શકે છે, તેથી ગરમ કપડાં, રેનકોટ અને જરૂરી દવાઓ સાથે રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: Shani Mahadasha: શનિની મહાદશાનો આ રાશિ પર રહે વધુ પ્રભાવ, 19 વર્ષ રહે અસર
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)