આ પર્વનો સંબંધ આંબળા વૃક્ષ (Indian Gooseberry) સાથે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આ વૃક્ષમાં સર્વ દેવ-દેવી નો વાસ હોય છે, તેથી તેની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. “અક્ષય” શબ્દનો અર્થ છે “કદી ન ઘટતું” આ દિવસે કરવામાં આવેલું દાન-પુણ્ય, સેવા અને પૂજા કદી વિફળ ન જાય એવું માનવામાં આવે છે. કેટલાક પૌરાણિક ગ્રંથો મુજબ આ દિવસે સત્યયુગનો આરંભ થયો હતો, તેથી આ દિવસે તેને “સત્યયુગાદિ” પણ કહે વામાં આવે છે. આ દિવસ વિવાહ-પરિવાર સુખ, આરોગ્ય-સમૃદ્ધિ અને પર્યાવરણ-પ્રેમ સાથે સંબંધિત છે.
નવમી તિથિ શરૂ: 30 ઓક્ટોબર 2025 બપોરે 10.06 થી
નવમી તિથિ પૂર્ણ: 31 ઓક્ટોબર2025 બપોરે 01.00 સુધી
શુભ મુહૂર્ત
પૂજા માટે શ્રેષ્ઠ સમય: સવારના સૂર્યોદયથી લઇને બપોર સુધીનો સમય શુભ ગણાયો છે. આ દિવસે દાન-પુણ્ય અને વૃક્ષ-પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ “અક્ષય” અર્થાત્ જે કરવામાં આવે તે કદી ઘટતું નથી એ વિશ્વાસ પર આધારિત છે.
આ રીતે કરો પૂજા
સૂર્યોદય પછી સ્નાન કરી શુદ્ધ સ્થળે આંબળા વૃક્ષ સામે પૂજા કરવી. આંબળા વૃક્ષના મૂળમાં જળ અથવા દૂધ અર્પણ કરી ફળ, ફૂલથી સજાવટ કરવી. વૃક્ષ ની નીચે ભોજન તૈયાર કરી પરિવાર સાથે પ્રસાદ રૂપે લેવું શુભ ગણાય છે. આ દિવસે અનાજ, દાળ, ફળ, અન્ન અને દાણા દાન આપવું અતિશય પુણ્યદાયક છે.
પૂજા કરવાના નિયમ
સવારે વહેલાં ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રોમાં પૂજા શરૂ કરવી શુભ ગણાય છે, શક્ય હોય તો સૂર્યોદય પછી તરત પૂજા શરૂ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે આંબળા વૃક્ષની પૂજા, દાન-પુણ્ય અને વૃક્ષારોપણ વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે. પૂજા-મુહૂર્ત સવારે જ હોય છે, તેથી પૂજા સામગ્રી અગાઉથી તૈયાર રાખવી યોગ્ય રહેશે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)