આ વર્ષે બ્રહ્માંડમાં અનેક અદભૂત ખગોળીય ઘટનાઓ જોવા મળશે, જેમાં ખાસ કરીને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. ગ્રહણ એવી પ્રક્રિયા છે જે સદીઓથી માનવજાતને આકર્ષિત કરતી આવી છે. ચાલો પહેલા સમજીએ કે ગ્રહણ શું છે અને 2026માં તે ક્યારે અને ક્યાં જોવા મળશે.

ગ્રહણ શું છે?

સૂર્ય ગ્રહણ

જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવી જાય છે અને સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં અવરોધ ઊભો કરે છે ત્યારે તેને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના હંમેશા અમાસના દિવસે થાય છે.

ચંદ્ર ગ્રહણ

જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પોતાની છાયા ચંદ્ર પર પડે છે ત્યારે તેને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. આ ઘટના હંમેશા પૂનમના દિવસે થાય છે.

12 ઓગસ્ટ: સંપૂર્ણ સૂર્યગ્રહણ

12 ઓગસ્ટે એક દુર્લભ સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે. સંપૂર્ણ ગ્રહણ માત્ર થોડા મિનિટો માટે રહે છે, પરંતુ આખી પ્રક્રિયા ઘણા કલાકો સુધી ચાલે છે. આ ગ્રહણ 12 ઓગસ્ટ 2026ની રાત્રે 9:04 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે અને 13 ઓગસ્ટની સવારે 4:25 વાગ્યા સુધી ચાલશે. આ 2026નું સૌથી મોટું અને દુર્લભ સૂર્ય ગ્રહણ માનવામાં આવે છે.

ક્યાં દેખાશે?

આ ગ્રહણ મુખ્યત્વે ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન અને આર્કટિક વિસ્તારના કેટલાક દેશોમાં જોવા મળશે.

ભારતમાં કેમ નહીં દેખાય?

આ ઘટના સમયે ભારતમાં રાત્રિ હશે અને સૂર્ય ક્ષિતિજની નીચે હશે. તેથી ભારતમાંથી આ ગ્રહણ જોવું શક્ય નહીં બને.

સૂતક કાળ

ધાર્મિક માન્યતાઓ મુજબ સૂતક કાળ ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે ગ્રહણ કોઈ દેશમાં દેખાતું હોય. કારણ કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી અહીં સૂતકના નિયમો લાગુ નહીં પડે.

28 ઓગસ્ટ: આકાશમાં દેખાશે ‘બ્લડ મૂન’

સૂર્યગ્રહણ પછી થોડા દિવસોમાં જ 28 ઓગસ્ટ 2026ના રોજ એક રસપ્રદ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. તેને ‘બ્લડ મૂન’ જેવી સ્થિતિ માનવામાં આવે છે, કારણ કે પૃથ્વીની ગાઢ છાયા ચંદ્રના લગભગ 93 ટકા ભાગને ઢાંકી દેશે.

સમય

આ ઘટના સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:32 વાગ્યે પૂર્ણ થશે. તેની કુલ અવધિ લગભગ 5 કલાક 39 મિનિટ રહેશે.

ક્યાં દેખાશે?

આ ચંદ્ર ગ્રહણ મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ, યુરોપ અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે.

ભારતમાં કેમ નહીં દેખાય?

આ સમયે ભારતમાં સૂર્યોદય થઈ ગયો હશે અને દિવસનો પ્રકાશ રહેશે. ચંદ્ર તે સમયે ભારતના આકાશમાં ક્ષિતિજની નીચે જઈ ચૂક્યો હશે, તેથી ભારતમાંથી આ ખગોળીય ઘટનાને જોવી શક્ય નહીં બને.

આ પણ વાંચો: Chandrma Gochar: નબળી રાશિમાં ચંદ્રમાનું ગોચર, 9 માર્ચથી બદલાશે આ રાશિની કિસ્મત !

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)