હિંદુ ધર્મમાં ઓગસ્ટનો મહીનો ખુબજ ખાસ છે. આ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવશે. આ સાથે ગ્રહ ગોચરની દૃષ્ટીએ આ મહિનો ખાસ રહેશે. ઓગસ્ટમાં 5 મોટા ગ્રહોનું ગોચર થશે. જેમાં બુધ, સૂર્ય, શુક્રના ગોચરનો સમાવેશ થાય છે.
બુધનો ઉદય થશે અને માર્ગી થઇ ગોચર કરશે
ગ્રહોના રાજકુમાર બુધ કર્ક રાશિમાં અસ્ત થયેલા છે. બુધ 9 ઓગસ્ટે કર્ક રાશિમાં ઉદીત થશે. બુધ ઉદય થવાથી કર્ક રાશિમાં માર્ગી થશે. તો બુધનું બીજુ ગોચર 30 ઓગસ્ટે થશે જે સિંહ રાશિમાં થવાનું છે.
સૂર્યનું ગોચર
સૂર્ય હાલ કર્ક રાશિમાં બીરાજમાન છે. સૂર્ય ગ્રહોના રાજા છે. સૂર્યનો ગોચરને સૂર્ય સંક્રાતિ કહેવામાં આવે છે. સૂર્ય 17 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે, સિંહ રાશિ સ્વયં સૂર્યની રાશિ છે.
શુક્રનું ગોચર
ભૌતિક સુખનો દાતા શુક્ર 21 ઓગસ્ટે કર્ક રાશિમાં ગોચર કરશે. આ ગોચર ખુબજ શુભ રહેશે
આ રાશિને મળશે લાભ
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને શુભફળ આપનાર પ્રાપ્ત થશે. જીવનમાં ખુશીઓ રહેશે. માનસિક શાંતિ રહેશે. આ મહિને પરિવારનો સાથ મળશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ મહિનો ખાસ રહેશે. માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. વેપારીઓને ફાયદો થશે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઇ શકશો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)