બાબા વેંગા એક પ્રસિદ્ધ ભવિષ્યવક્તા હતા જે આગામી ભવિષ્યને ભાખીને ભવિષ્યવાણી કરતા તેમની મોટા ભાગની ભવિષ્યવાણી સાચી પડી. તેમનામાં ગજબની ભવિષ્યને ભાખવાની શક્તિ હતી. વર્ષ 1996માં દુનિયાને અલવિદા કહેતા પહેલા તેમણે 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી હતી. તેમની ભવિષ્યવાણી જેટલી રોચક છે તેટલી જ ડરામણી પણ છે.

આજે આપણે તેમની ભવિષ્યવાણી નહી પણ કોણ હતા પ્રખર ભવિષ્યભાખનારા બાબા વેંગા તે અંગે વિસ્તૃત માહિતી મેળવીશુ. તેમને ભવિષ્યને જોવાની શક્તિ ક્યાંથી મળી હતી? તેમની કઇ ભવિષ્યવાણી અક્ષરસ: સાચી પડી અને 2025ને લઇને શું કરી હતી ભવિષ્યવાણી જાણીએ.

ભયંકર તોફાને આંખોની રોશની છીનવી

બાબા વેંગાનો જન્મ 1911માં સ્ટ્રમિકા બુલ્ગારિયામાં થયો હતો, જે તે સમયે ઓટોમન સામ્રાજ્યનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો. તેમનુ અસલી નામ વેંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતુ. ફક્ત 12 વર્ષની ઉંમરે એક તોફાને તેમની આંખોની રોશની છીનવી લીધી, જો કે બદલામાં તેમને ભવિષ્ય દેખાવાનુ વરદાન મળ્યુ તેમ કહી શકાય.

વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે તેણે બાબા વેંગાને નજીકના ખેતરમાં ફેંકી દીધા

આ મૂળ વાર્તા પાછળથી લોકવાયકાઓ અને તેમના અનુયાયીઓ દ્વારા પુષ્ટિ મળી, જેના કારણે તેઓ બાલ્કન્સના નાસ્ત્રોદામસ તરીકે જાણીતા બન્યા.

અંધ લોકો માટેની શાળામાં શિક્ષણ મેળવ્યું

હંમેશા માટે પોતાની દૃષ્ટિ ગુમાવ્યા પછી, બાબા વેંગાએ ઘરે પાછા ફરતા પહેલા ઘણા વર્ષો સુધી અંધ લોકો માટેની શાળામાં અભ્યાસ કર્યો. એક ઉપચારક અને ભવિષ્યવેત્તા તરીકે, તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી ધ્યાન આકર્ષિત કર્યું.

બાબા વેંગાની આગાહીઓ એક ચર્ચાનો વિષય

તે સમયે ઘણા સરકારી અધિકારીઓ અને બૌદ્ધિકોએ તેમની સલાહ લીધી હોવાના સમાચાર છે, જોકે તેમના દ્રષ્ટિકોણોનો કોઈ લેખિત રેકોર્ડ નથી. તેમ છતાં, તેમની સાથે સંકળાયેલા લોકો તેમની દૂરંદેશીના શપથ લે છે. વર્ષો પછી બાબા વેંગા પ્રમુખ વૈશ્વિક ઘટનાઓ અને ભવિષ્યવાણી ચર્ચામાં છવાઇ. તેમના અનુયાયીઓ ચેરનોબિલ આપત્તિ, કુર્સ્ક પનડુબ્બી આફત અને 9/11 આતંકવાદી હુમલા જેવી ઘટનાઓની સચોટ માહિતી બાબાએ આપી હતી. આ તમામ આગાહી સાચી પડી હતી.