શું તમને પણ વારંવાર આવે છે ખરાબ સપના ? અચાનક તમારી આંખ ખુલી જાય છે, તમને એક અજીબ પ્રકારની બેચૈની ઘેરી લે છે કોઇ છુપો ડર સતત તમારા મનમાં ડોકીયા કરે છે, તણાવ અને ઉંઘ ન આવવી જેવી વસ્તુઓ સતત તમને અસર કરી રહ્યા છે. કેટલાક સપનાઓ (Nightmares or Bad Dreams) એવા હોય છે કે જે તમને આખો દિવસનો થાક આપી જાય છે, જો કે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા ખાસ ઉપાય આપ્યા છે જેનાથી આવા ખરાબ સપનાઓની નકારાત્મક અસર ઓછી થશે. આ ખરાબ સપનાઓની અસર ઓછી કરવા કેટલાક ઉપાય છે જે તમારે અજમાવી લેવા જોઇએ.


 માનસિક શાંતિ પણ ભંગ થાય 

ખરાબ કે ડરાવના સપના જોવાની સમસ્યા ખૂબ સામાન્ય છે, જે બાળકોથી લઈને મોટા લોકો સુધીને અસર કરે છે. ઊંઘ દરમિયાન આવતાં આવા સપનાઓ ઘણી વાર મન પર ઊંડો પ્રભાવ પાડે છે, જેના કારણે વ્યક્તિ બેચેન, ભયભીત અથવા ચિંતિત થયા કરે છે. જો વારંવાર આવા સપના આવતાં રહે, તો માત્ર ઊંઘ જ નહીં, પરંતુ માનસિક શાંતિ પણ ભંગ થાય છે.

થોડા સરળ ઉપાય અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય

આયુર્વેદ અને મનોવિજ્ઞાન મુજબ, ખરાબ સપનાઓનું મુખ્ય કારણ તાણ, ચિંતા, અનિયમિત જીવનશૈલી અને નકારાત્મક વિચારો છે. જો મનમાં ડર, ગુસ્સો અથવા ઉદાસીનતા વધુ હોય, તો એ ભાવનાઓ ઊંઘ દરમિયાન સપના રૂપે દેખાય છે, પરંતુ થોડા સરળ ઉપાય અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

મનને શાંત કરવાની ટેવ પાડો

સૌ પ્રથમ, સૂતા પહેલા મનને શાંત કરવાની ટેવ પાડો. ધ્યાન (Meditation) અથવા ઉંડા શ્વાસ લેવાનો અભ્યાસ (Deep Breathing) તાણ ઘટાડવામાં મદદરૂપ છે. સૂતા પહેલા મોબાઇલ અથવા ટીવી જોવાનું ટાળો અને રૂમમાં હળવો પ્રકાશ રાખો. સાથે જ તુલસી અથવા ચંદનની અગરબત્તી પ્રજ્વલિત કરવાથી વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક બને છે.

 ભગવાનનું નામ લઈને સુવું

ધાર્મિક માન્યતાઓ મુજબ, ભગવાનનું નામ લઈને સુવું, અથવા તકીયા નીચે હનુમાન ચાલીસા અથવા ગીતા નો નાનો અંશ રાખવો શુભ માનવામાં આવે છે. આથી મનને શાંતિ મળે છે અને ડરાવના સપનાઓથી રાહત મળે છે.

ખોરાક પર પણ ધ્યાન આપવું

ખોરાક પર પણ ધ્યાન આપવું જરૂરી છે. રાત્રે ખૂબ ભારે અથવા મસાલેદાર ખોરાક ખાવાથી ઊંઘ આવતી નથી. હલકુ અને સાદપ ભોજન કરવાથી ઊંઘ ગાઢ અને શાંતિપૂર્ણ રહે છે.

જો છતાં પણ ખરાબ સપનાઓ વારંવાર આવતી રહે, તો નિષ્ણાતની સલાહ લો. નિયમિત જીવનશૈલી, સકારાત્મક વિચાર અને આધ્યાત્મિકતા અપનાવવાથી તમે થોડા જ દિવસોમાં શાંતિભરી ઊંઘ મેળવી શકશો. 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


  • Follow us on: