જ્યારે બુધ પોતાની સ્વરાશિ તેમજ ઉચ્ચ રાશિ કન્યામાં પ્રવેશ કરે છે, ત્યારે પંચમહાપુરુષ રાજયોગમાંથી એક ભદ્ર રાજયોગ બને છે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ રાજયોગ બુદ્ધિ, કારકિર્દી, વેપાર અને આર્થિક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ આપી શકે છે.

દ્રિક પંચાંગ અનુસાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ બુધ કન્યા રાશિમાં ગોચર કરશે. બુધના આ ગોચરને કારણે અનેક જાતકોના જીવનમાં નવા અવસરના દ્વાર ખુલી શકે છે. ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ સમય કારકિર્દી, સંપત્તિ, શિક્ષણ અને આર્થિક બાબતોમાં લાભદાયક સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર પાંચમા ભાવમાં થશે. પાંચમો ભાવ શિક્ષણ, સંતાન, બુદ્ધિ અને અચાનક ધનલાભ સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેથી આ સમય આર્થિક રીતે સારો રહી શકે છે.

શેરબજાર, રોકાણ અથવા આવકના કોઈ જૂના સ્ત્રોતમાંથી અચાનક ધનલાભ મળવાની શક્યતા બની શકે છે. જોકે, રોકાણ કરતા પહેલાં યોગ્ય સલાહ અને જોખમનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને પણ મહેનતનું સારું પરિણામ મળી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના સ્વામી પોતે બુધ ગ્રહ છે. આ રાશિ માટે બુધનો ગોચર ચોથા ભાવમાં થશે, જેને સુખ, સંપત્તિ, વાહન અને માતા સાથે સંબંધિત માનવામાં આવે છે.

આ સમય દરમિયાન ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે. નવું વાહન, મકાન અથવા જમીન ખરીદવાના યોગ બની શકે છે. પરિવારનું વાતાવરણ પણ સુખદ રહી શકે છે. સંપત્તિ સાથે જોડાયેલા કોઈ મહત્વપૂર્ણ નિર્ણયમાં સફળતા મળવાની શક્યતા છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે બુધનુ ગોચર તેમની પોતાની જ રાશિ એટલે કે પ્રથમ ભાવમાં થશે. તેથી ભદ્ર રાજયોગનો સીધો અને વિશેષ લાભ આ રાશિના લોકોને મળી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. બુદ્ધિ અને તર્કશક્તિ વધુ મજબૂત બની શકે છે. વેપારમાં નવા સોદા ફાઇનલ થઈ શકે છે, જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા મોટી જવાબદારી મળવાની શક્યતા છે.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે બુધનુ આ ગોચર દસમા ભાવમાં થશે, જેને કર્મ અને કારકિર્દીનું સ્થાન માનવામાં આવે છે. તેથી નોકરી અને વ્યવસાય માટે આ સમય મહત્વપૂર્ણ બની શકે છે.

કાર્યસ્થળ પર અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરી શકે છે. મનપસંદ ટ્રાન્સફર અથવા નવી નોકરીની શોધમાં સફળતા મળી શકે છે. વેપારીઓને પોતાની યોજનાઓમાંથી સારો નફો મળવાની સંભાવના છે. સાથે જ સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ભદ્ર રાજયોગ નવમા ભાવ એટલે કે ભાગ્ય સ્થાનમાં બનશે. જ્યોતિષીય માન્યતા અનુસાર આ સ્થિતિ ભાગ્યનો સાથ વધારી શકે છે. લાંબા સમયથી અટકેલા કામોમાં પ્રગતિ થઈ શકે છે અને નવી તકો મળી શકે છે.

નોકરી કે વ્યવસાયમાં આગળ વધવાના અવસર મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ, પ્રવાસ અથવા ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બાબતોમાં પણ સકારાત્મક પરિણામ મળી શકે છે. મહેનત સાથે યોગ્ય આયોજન કરવામાં આવે તો આ સમય સફળતા અને માન-સન્માન વધારવામાં મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો: