જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે બુધ પોતાની સ્વરાશિ મિથુન અથવા કન્યા રાશિમાં રહીને કેન્દ્ર ભાવ (પ્રથમ, ચોથું, સાતમું અથવા દસમું ભાવ)માં સ્થિત થાય છે, ત્યારે ભદ્ર રાજયોગનું નિર્માણ થાય છે. આ પંચ મહાપુરુષ યોગોમાંનો એક અત્યંત શુભ અને શક્તિશાળી યોગ માનવામાં આવે છે. બુધનું આ રાશિ પરિવર્તન અને ભદ્ર રાજયોગનું નિર્માણ કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલનાર સાબિત થશે.

મિથુન રાશિ (Gemini)

બુધનું ગોચર મિથુન રાશિના પ્રથમ એટલે કે લગ્ન ભાવમાં થઈ રહ્યું છે, જેના કારણે તમારી જ રાશિમાં ભદ્ર રાજયોગ બનશે.

કરિયર અને બિઝનેસ: નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થશે. પ્રમોશન અથવા ઇન્ક્રિમેન્ટ મળવાની શક્યતા છે. બિઝનેસમાં મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે.

વ્યક્તિત્વમાં નિખાર: તમારી કમ્યુનિકેશન સ્કિલ અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.

આર્થિક સ્થિતિ: ધનલાભના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે.

કન્યા રાશિ (Virgo)

કન્યા રાશિના સ્વામી પણ બુધ દેવ છે. આ ગોચર દરમિયાન બુધ તમારી રાશિના દસમા એટલે કે કર્મ ભાવમાં ગોચર કરશે, જેના કારણે કરિયર અને બિઝનેસમાં બૂમ આવશે.

રોજગારના નવા અવસર: નવી નોકરી શોધી રહેલા લોકોને મનગમતી ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર માન-સન્માન વધશે.

વેપારમાં નફો: જો તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો અથવા મીડિયા, લેખન, માર્કેટિંગ કે બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો આ સમય ખૂબ લાભદાયક રહેશે.

પૈતૃક સંપત્તિ: આ સમયગાળામાં પૈતૃક સંપત્તિથી લાભ મળવાની પ્રબળ શક્યતા છે.

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે બુધનું ગોચર સાતમા ભાવમાં થવાનું છે, જેના કારણે અહીં ભદ્ર રાજયોગ બનશે.

વૈવાહિક જીવન: જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે. જૂના મતભેદો દૂર થશે.

પાર્ટનરશિપમાં લાભ: વેપારમાં નવા ભાગીદારો જોડાઈ શકે છે, જે ભવિષ્યમાં મોટો નફો આપશે.

સામાજિક પ્રતિષ્ઠા: સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. કોઈ મોટા પ્રોજેક્ટનું નેતૃત્વ કરવાની તક મળી શકે છે.

મીન રાશિ (Pisces)

મીન રાશિના જાતકો માટે બુધનું આ ગોચર ચોથા ભાવમાં થશે.

સુખ-સુવિધામાં વધારો: આ દરમિયાન તમે નવું વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન બનાવી શકો છો. ઘરમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે.

પરિવારનો સહયોગ: પરિવાર સાથેના સંબંધોમાં સુધારો આવશે અને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે.

કરિયરમાં સ્થિરતા: કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. તમને માનસિક શાંતિનો અનુભવ થશે.

આ પણ વાંચો: Grah Gochar: જૂનમાં ગુરૂ સહિત આ ગ્રહોનું રાશિ પરિવર્તન, આ રાશિની થશે પ્રગત્તિ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)