‘ભૌમ’નો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, તેથી આ દિવસે મંગળદેવ અને પિતૃઓની વિશેષ પૂજા કરવાનું મહત્વ જણાવાયું છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કરેલા સ્નાન, દાન અને જપ-તપનું ફળ અનેક ગણું વધીને મળે છે અને ધન-ધાન્ય તથા સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
સૂર્યદેવને અર્ઘ્ય આપવો
શાસ્ત્રો મુજબ ભૌમવતી અમાવસ્યાના દિવસે પ્રાતઃકાળે પવિત્ર નદી, તળાવ અથવા ઘરે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. સ્નાન બાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવો અને પિતૃઓ માટે તર્પણ કરવું જોઈએ. આવું કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અને પરિક્રમા કરવાનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે માન્યતા છે કે પીપળામાં ભગવાન વિષ્ણુનો નિવાસ છે.
દાન-પુણ્યના કાર્યો આ દિવસે વિશેષ ફળદાયી
દાન-પુણ્યના કાર્યો આ દિવસે વિશેષ ફળદાયી ગણાય છે. જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર, ગોળ, તાંબું, લાલ ફળ અથવા મસૂરની દાળનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનની અડચણો દૂર થાય છે. આર્થિક તંગીનો સામનો કરતા લોકોએ આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો લાભદાયક રહે છે.
સ્નાન-દાન માટેનો શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્તથી લઈને બપોર સુધી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જોકે, સ્થાનિક પંચાંગ મુજબ યોગ્ય સમયની ખાતરી કરવી જોઈએ. શ્રદ્ધા અને નિયમપૂર્વક કરેલા ઉપાયોથી ભૌમવતી અમાવસ્યાના દિવસે ધન, સમૃદ્ધિ અને સદભાગ્યની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો: Guru Margi 2026: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ થશે માર્ગી, 11 માર્ચથી આ રાશિનો સુવર્ણયુગ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)