જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિ આપણા રોજિંદા જીવન પર અસર કરે છે. ત્યારે ગ્રહોના રાજકુમાર બુધની વાત કરીએ તો બુધને બુદ્ધિ, વાણી, તર્ક, સંદેશાવ્યવહાર અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે. વર્ષ 2026માં બુધ 24 જુલાઈની રાત્રે 03:54 વાગ્યે મિથુન રાશિમાં માર્ગીય થશે. આ ઘટના જ્યોતિષીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કારકિર્દી અને વ્યવસાય પર અસર

બુધનું માર્ગીય થવુ તેની પોઝિટીવ અસર આપણી વાતચીત કરવાની કુશળતા પર પડે છે. જ્યારે વક્રી બુધ ઘણીવાર કામ પર ગેરસમજણો અથવા તકનીકી ખામીઓ તરફ દોરી જાય છે. પરંતુ જ્યારે બુધ માર્ગીય થાય છે ત્યારે આ ગૂંચવણો દૂર થવા લાગે છે. બેંકિંગ, શેરબજાર, માર્કેટિંગ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ સમયગાળો અત્યંત ફળદાયી છે. વ્યવસાયિકો માટે, નેટવર્ક્સનો વિસ્તાર કરવા અને મોટા સોદાઓને અંતિમ સ્વરૂપ આપવાની ઉત્તમ તક છે. કાર્યસ્થળ પર તમારી નિર્ણય લેવામાં સ્પષ્ટતા ઉભરી આવશે જેનાથી તમે તમારા લક્ષ્યોને વધુ અસરકારક રીતે પ્રાપ્ત કરી શકશો.

બુધનું માર્ગીય થવુ કઇ રાશિ માટે ઉત્તમ ? 

જ્યોતિષ ગણતરી મુજબ બુધના આ ગોચરને કારણે ત્રણ રાશિઓનું ભાગ્ય તેજસ્વી રીતે ચમકવાનું છે.

મિથુન

  • બુધ તમારી પોતાની રાશિમાં માર્ગીય થઇ રહ્યો છે. જે તમારા વ્યક્તિત્વમાં વધારો કરશે. 
  • નોકરી કરતા વ્યક્તિઓને નવી જવાબદારીઓ મળી શકે છે અને પૂર્વજોની સંપત્તિમાંથી લાભ થવાના સંકેતો છે. 
  • આવકના નવા સ્ત્રોત ઉભરી આવશે.

સિંહ

  • બુધ તમારી કુંડળીમાં 'લાભના ઘર'માં સ્થિત છે, જેના કારણે આવકમાં નોંધપાત્ર વધારો થશે. 
  • જો તમે વ્યવસાય કરો છો તો તમને નવા ગ્રાહકો મળી શકે છે. 
  • લાંબા સમયથી ચાલી આવતી કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ માનસિક શાંતિ લાવશે.

વૃશ્ચિક

  • આ ગોચર તમારા માટે અણધાર્યા નાણાકીય લાભના દરવાજા ખોલી શકે છે. 
  • વ્યવસાય વિસ્તરણની યોજનાઓ સફળ થશે. 
  • જો તમે લાંબા સમયથી વાહન કે જમીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો હવે આ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. 

ઉપાયો 


  • 2026 માં બુધ માર્ગીય થવો એ સ્પષ્ટતા તરફ આગળ વધવાનો સંકેત આપે છે મૂંઝવણ દૂર કરે છે. 
  • આ સમયગાળા દરમિયાન સારા પરિણામો પ્રાપ્ત કરવા માટે, તમારી વાણીમાં સંયમ રાખો અને ભગવાન ગણેશની પૂજા કરો.
  •  બુધવારે લીલી મગની દાળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
  • યાદ રાખો, ગ્રહો ફક્ત સંકેતો આપે છે તમારી મહેનત અને ડહાપણ જ આખરે સફળતા તરફ દોરી જાય છે.


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )