આ ગોચર કોઈ માટે શુભ તો કોઈ માટે અશુભ સાબિત થાય છે. પંચાંગ મુજબ ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહ 29 મેના રોજ પોતાની સ્વરાશિ મિથુન રાશીમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહને વાણી, વેપાર, શેરબજાર, અર્થવ્યવસ્થા, તર્ક શક્તિ અને ગણિતનો કારક માનવામાં આવે છે. તેથી બુધના આ ગોચરનો પ્રભાવ આ ક્ષેત્રો સાથે 12 રાશિઓ પર પડશે. જોકે 3 રાશિઓને વિશેષ લાભ મળી શકે છે.

બુધ ગ્રહ મિથુન રાશીમાં પ્રવેશ કરશે 

પંચાંગ અનુસાર 29 મેના રોજ સવારે 11 વાગ્યાને 12 મિનિટે બુધ ગ્રહ મિથુન રાશીમાં પ્રવેશ કરશે અને 22 જૂન સુધી આ જ રાશીમાં રહેશે. જ્યારે બુધ પોતાની જ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે બુદ્ધિ, તર્કશક્તિ, સંવાદ કૌશલ્ય અને વ્યવસાયિક સમજ વધુ મજબૂત બને છે. આ સમય દરમિયાન નિર્ણય લેવાની ક્ષમતા તેજ બને છે અને નવા અવસરો ઓળખવાની ક્ષમતા વધે છે.

મિથુન રાશિ પર અસર

મિથુન રાશિના લોકો માટે આ ગોચર અનુકૂળ રહેશે. કારણ કે બુધ ગ્રહ તમારી રાશિના લાગ્ન ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન તમારી બુદ્ધિ અને સંવાદ ક્ષમતામાં વધારો થશે, જેનાથી કાર્યક્ષેત્રમાં તમારી છબી મજબૂત બનશે. નવા પ્રોજેક્ટ્સ અને અવસરો મળી શકે છે, ખાસ કરીને વેપાર, માર્કેટિંગ અથવા મીડિયા સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળશે. અટકેલા કામ પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

સિંહ રાશિ પર અસર

સિંહ રાશિના લોકો માટે બુધનું ગોચર સકારાત્મક રહેશે, કારણ કે આ ગોચર તમારી આવક અને લાભ સ્થાનમાં થશે. આ સમય દરમિયાન નેટવર્કિંગથી લાભ મળશે અને આવકમાં વધારો થઈ શકે છે. નવા આવકના સ્ત્રોત ઉભા થઈ શકે છે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.

કારકિર્દીમાં નવા અવસર મળશે અને ટીમ વર્કમાં સફળતા મળશે. યોગ્ય વિચાર સાથે કરેલા રોકાણથી સારો લાભ મળી શકે છે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાની શક્યતા છે.

કન્યા રાશિ પર અસર

કન્યા રાશિના લોકો માટે બુધનું ગોચર લાભદાયક રહેશે, કારણ કે આ ગોચર કર્મ ભાવમાં થશે. આ સમય દરમિયાન કામ-ધંધામાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે.

લેખન, શિક્ષણ, આઈટી અથવા વિશ્લેષણાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ લાભદાયક રહેશે.

આ પણ વાંચો: Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા પર 100 વર્ષ પછી 5 રાજયોગ, આ રાશિની ચમકશે કિસ્મત

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)