બુધ ગ્રહને બુદ્ધિ, વેપારનો કારક માનવામાં આવે છે. ગ્રહોના રાજકુમાર બુધ 11 ઑગષ્ટે 2025 સોમવારે કર્ક રાશિમાં માર્ગીય થવા જઇ રહ્યા છે. બુધએ કર્ક રાશિમાં 22 જૂનના રોજ પ્રવેશ કર્યો હતો અને 18 જુલાઇએ તેઓ વક્રી થયા. હવે બુધ ગ્રહ 11 ઑગષ્ટે માર્ગીય થવા જઇ રહ્યા છે. બુધ 11 ઓગષ્ટ સોમવારે બપોરે 12.59 મિનિટ પર કર્ક રાશિમાં માર્ગીય થશે.


30 ઓગષ્ટે બુધ થશે માર્ગીય 

બુધ ગ્રહ માર્ગીય થયા બાદ 30 ઑગષ્ટે 2025ના રોજ સિંહ રાશિમાં ગોચર કરશે. કર્ક રાશિમાં બુધ માર્ગીય થવાથી ઘણી રાશિ પર તેની અસર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ રાશિ છે જેની પર બુધનું ગોચર થવાથી સકારાત્મક પ્રભાવ પડશે.

મિથુન રાશિ

  • બુધનો કર્ક રાશિમાં ઉદય થવાથી મિથુન રાશિના જાતકોને ધન કમાવવાનો લાભ મળશે.
  • તમે બચત પણ કરી શકો છો.
  • પરિવાર પ્રત્યે તમારુ વધારે ધ્યાન રહેશે
  • જોબમાં બદલાવથી તમારુ મન પ્રસન્ન રહેશે

કન્યા રાશિ 

  • કન્યા રાશિના લોકો બુધના ઉદય સાથે સારા પરિણામો મેળવી શકે છે.
  • આ સમય દરમિયાન, તમે તમારા લક્ષ્યો અને આકાંક્ષાઓ પૂર્ણ કરી શકો છો.
  • કાર્યક્રમમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતાઓ હોઈ શકે છે.
  • તમને વ્યવસાયમાં નફો મળી શકે છે, તેમજ નવા ઓર્ડર પણ મળી શકે છે.
  • તમે પૈસા બચાવી શકશો, જેનો ભવિષ્યમાં તમને ફાયદો થશે.
  • તમે તમારા પ્રેમી- જીવનસાથી સાથે મુસાફરી કરવાની યોજના બનાવી શકો છો.

તુલા રાશિ 

  • તુલા રાશિના લોકો બુધ માર્ગીય થવાથી લાભ મળી શકે છે.
  •  આ સમય દરમિયાન, તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
  • તમને નોકરી અને કારકિર્દીમાં નવી તકો મળી શકે છે.
  • આર્થિક રીતે તમારા માટે સમય શુભ રહેશે.
  • તમને પૈસા મળશે અને તમે પૈસા બચાવી શકશો.

મકર રાશિ 

  • મકર રાશિના લોકો માટે, કર્ક રાશિમાં બુધનો ઉદય શુભ રહેશે.
  • મકર રાશિના લોકોને ભાગ્યનો સહયોગ મળશે. મિત્રોનો સહયોગ તમને આગળ લઈ જશે.
  • તમને વ્યવસાયમાં સફળતા મળશે, તમને પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે.
  • તમે કોઈ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકો છો, જે ભવિષ્યમાં તમને ફાયદો કરાવશે.

કુંભ રાશિ 

  • કર્ક રાશિમાં બુધનો ઉદય થવાનો છે. આ સમય દરમિયાન કુંભ રાશિના લોકોને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે.
  • કારકિર્દીમાં પ્રમોશન મળવાની શક્યતા છે.
  • કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને અન્ય લાભ પણ મળી શકે છે.


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )


  • Follow us on: