વૈદિક જ્યોતિષ મુજબ બુધ ગ્રહ 21 માર્ચ 2026ના રોજ પોતાની ચાલ બદલીને કુંભ રાશિમાં વક્રીથી માર્ગી બનશે. બુધને બુદ્ધિ, વેપાર, સંવાદ અને શિક્ષણનો કારક માનવામાં આવે છે, તેથી તેની ચાલમાં ફેરફારનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે.
કુંભ રાશિમાં પહેલેથી જ મંગળ ગ્રહ અને રાહુ હાજર
આ સમયે કુંભ રાશિમાં પહેલેથી જ મંગળ ગ્રહ અને રાહુ હાજર છે, જેના કારણે આ યોગ વધુ અસરકારક બન્યો છે. હાલમાં બુધ કુંભ રાશિમાં વક્રી સ્થિતિમાં છે, પરંતુ 21 માર્ચ 2026ના રોજ રાત્રે 1 વાગ્યાને 2 મિનિટે તે આ જ રાશિમાં માર્ગી બની જશે. ખાસ વાત એ છે કે કુંભ રાશીમાં પહેલેથી જ મંગળ ગ્રહ અને રાહુ હાજર છે. બુધનું માર્ગી થવું ખાસ કરીને 5 રાશિઓ માટે પ્રગતિ અને સફળતાના નવા રસ્તાઓ ખોલી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે આ સમય કારકિર્દીમાં પ્રગતિનો સંકેત આપે છે. નવી નોકરી અથવા પ્રમોશનની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
મિથુન રાશિ
મિથુન રાશિના સ્વામી બુધ હોવાથી આ પરિવર્તન ખૂબ જ લાભદાયક રહેશે. વેપારમાં નફો મળશે અને નવી યોજનાઓ સફળ થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે આ સમય કાર્યક્ષેત્રમાં માન-સન્માન અને ઓળખ અપાવશે. અટકેલા કામ પૂર્ણ થશે અને આવકમાં વધારો થશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે આ સમય નવા અવસરો લઈને આવશે. ભાગીદારીમાં લાભ થશે અને કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે.
કુંભ રાશિ
કુંભ રાશીમાં જ બુધ માર્ગી થઈ રહ્યા હોવાથી આ રાશિના લોકોને સૌથી વધુ લાભ મળવાની શક્યતા છે. આત્મવિશ્વાસ વધશે અને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મળશે.આ સમય દરમિયાન તમામ રાશિના લોકો માટે વિચારપૂર્વક નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: Shukra Gochar: કૃત્રિકા નક્ષત્રમાં વૈભવકારક ગ્રહ શુક્રનું ગોચર, આ રાશિને સુખ-સગવડ મળશે
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)