2 ઓક્ટોબરે બુધનો ઉદય થશે. બુધનું કન્યા રાશિમાં ઉદીત થવાથી કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ 2 ઓક્ટોબરે ઉદિત થશે અને 3 ઓક્ટોબરે કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. આનાથી આ રાશિને શુભ અસર થશે
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને બુધના ઉદિત થવાથી ખુબજ લાભ થશે. આ રાશિના ત્રીજા ભાવમાં બુધનો ઉદય થવાનો છે. તમારો આત્મવિશ્વાસ ખુબ વધશે. તમારા માટે કોઇ સારા સમાચાર આવશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. મુશ્કેલીઓનો અંત આવશે. નવી પ્રગત્તિના દ્વાર ખુલશે. અવસરનો લાભ મળશે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો બુધના ઉદય થવાથી ફાયદો થશે. આર્થિક સમસ્યાનો અંત આવશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. મુશ્કેલીઓ દૂર થશે. સમાજમાં માન સન્માન વધશે. દરેક કામમાં સફળતા મળશે. પ્રગત્તિની કેડી કંડારી શકાશો.
ધન રાશિ
સફળતા તમારો સાથ દેશે આ સમય તમારા માટે ખુબ શ્રેષ્ઠ રહેશે. આ રાશિને નોકરી અને વ્યવસાયમાં નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો મજબૂત બનશે. વધુમાં, ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વ્યવસાયમાં, તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે, જેના પરિણામે નોંધપાત્ર નફો થવાની સંભાવના છે. નોકરી કરતા લોકો તેમના સાથીદારો સાથે સારા સંબંધો વિકસાવી શકે છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)