દર શ્રાવણ માસમાં પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ન માત્ર ધાર્મિક પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખાસ છે. કારણ કે 9 ઑગષ્ટે ગ્રહોના રાજકુમાર બુધ કર્ક રાશિમાં રહીને ઉદિત થવાના છે. બુધને બુદ્ધિ, સંવાદ અને વેપારનો કારક છે. માટે આ ક્ષેત્રોમાં બુધની ચાલમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આ તિથિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ,શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ પણ રહવાનો છે. એવામાં કેટલીક રાશિ પર રક્ષાબંધનના દિવસે બુધની વિશેષ કૃપા વરસવાની છે.


મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા આયોજિત કાર્ય સમયસર પૂર્ણ થશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. જો તમે નવો વ્યવસાય શરૂ કર્યો હોય, તો તે ઈચ્છા મુજબ વિસ્તરશે. મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી, તમને ઈચ્છિત નોકરી પણ મળશે. તમે તમારા પ્રેમ સંબંધમાં નવા રોમેન્ટિક પાસાઓનો અનુભવ કરી શકો છો. કારકિર્દી સંબંધિત યોજનાઓ જે અત્યાર સુધી અધૂરી હતી તે પૂર્ણ થઈ શકે છે. તમારી ઇચ્છાશક્તિ મજબૂત રહેશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સારા નસીબની શક્યતા છે. તમને તમારા કરિયરમાં આગળ વધવા માટે ઘણી સારી અને ઇચ્છિત તકો મળશે. નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. જો સાસરિયા પક્ષના કોઈ વ્યક્તિ સાથે અણબનાવ થયો હોય, તો તે ઉકેલાઈ જશે. વેપારીઓ માટે સમય શુભ રહેશે. તમે પરિવાર સાથે પ્રવાસ પર જશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેવાની છે.

કન્યા રાશિ

કન્યા રાશિનુ પર્ફોમન્સ જોઇને કેટલાક સમયથી નારાજ ચાલી રહેલા અધિકારી હવે પ્રસન્ન થશે. વેતનમાં વૃદ્ધિ થશે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને પણ મંજૂરી મળી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. ખાસ કરીને માર્કેટિંગ કે મીડિયામાં કામ કરતા લોકોને નવી તકો મળશે. પરિક્ષાના પરિણામો જીવનને નવી દિશા આપશે. કારકિર્દી તેમજ પ્રમોશનના ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે.


(Disclaimer- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે એટલે કે સંદેશ ન્યૂઝ ડિઝિટીલ ખાતરી આપી શકતા નથી કે તે સાચું અને સાબિત થયું છે. )


  • Follow us on: