જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિ અથવા એક જ ભાવમાં એકસાથે સ્થિત થાય છે, ત્યારે આ યોગનું નિર્માણ થાય છે. આ યોગ બુદ્ધિ, નેતૃત્વ, વાણી, કારકિર્દી અને આર્થિક પ્રગતિ માટે શુભ માનવામાં આવે છે.
જ્યોતિષીય ગણતરી મુજબ 5 ઓગસ્ટ 2026ના રોજ બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય પહેલાથી જ વિરાજમાન છે. પરિણામે કર્ક રાશિમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ શુભ સંયોગથી ખાસ કરીને મેષ, મિથુન, કર્ક અને તુલા રાશિના જાતકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સારા પરિણામ મળી શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ ચોથા ભાવમાં બનશે, જે સુખ, ઘર, મિલકત અને પરિવારનું સ્થાન માનવામાં આવે છે. આ સમય દરમિયાન મિલકત સંબંધિત અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. ઘર ખરીદવા અથવા જમીન સંબંધિત સોદામાં સફળતા મળવાની સંભાવના છે.
પરિવારમાં સુખ-શાંતિ રહેશે અને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કારકિર્દીમાં નવી તકો મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. કેટલાક જાતકો માટે ઓગસ્ટ મહિનામાં નવું વાહન ખરીદવાના યોગ પણ બની શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના સ્વામી બુધ હોવાથી આ યોગ તેમના માટે વધુ લાભદાયી બની શકે છે. બુધાદિત્ય યોગ ધન ભાવમાં બનવાથી આવકમાં વધારો થવાની સંભાવના છે. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે અને લાંબા સમયથી અટકેલા વ્યવસાયિક કાર્યોમાં ગતિ આવશે.
નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે. તમારી તર્કસંગત વાણી અને બુદ્ધિમત્તાના કારણે સમાજમાં માન-સન્માન વધશે. નવા સંપર્કો ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ લગ્ન ભાવમાં બનશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. મનગમતી નોકરી મેળવવાની તક મળી શકે છે.
કારકિર્દીમાં નવી જવાબદારીઓ અને સફળતા મળવાના યોગ છે. આર્થિક રીતે મજબૂતી આવશે અને આવક વધારવાના નવા રસ્તા મળી શકે છે. સમાજના પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધવાથી ભવિષ્યમાં લાભદાયી તકો મળી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે બુધાદિત્ય યોગ દસમા ભાવમાં બનશે, જે કર્મ અને કારકિર્દીનું સ્થાન ગણાય છે. કાર્યક્ષેત્રમાં તમારી સક્રિયતા અને મહેનતની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે.
જોબ બદલવા ઈચ્છતા લોકોને અનુકૂળ તક મળી શકે છે. વેપારીઓને સારો નફો અને નવા ગ્રાહકો મળી શકે છે. જે લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા, તેમના માટે સમય અનુકૂળ રહેશે. લાંબા સમયથી જોવાતા કેટલાક સપના ઓગસ્ટ મહિનામાં સાકાર થઈ શકે છે.
આ પણ વાંચો: Grah Gochar: શનિની તૃતીય દૃષ્ટીથી મુક્ત થશે મંગળ, ત્રણ રાશિ માટે ઓગસ્ટ ખુબ જ શુભ
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)