નવરાત્રિના અંતિમ દિવસે રામ નવમી ઉજવવામાં આવશે. જ્યોતિષ અને પંચાંગ મુજબ આ વખતની નવરાત્રિ અને હિંદુ નવવર્ષ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો સામે આવી છે, જે લગભગ 89 વર્ષ પછી જોવા મળી રહી છે.

આ જ દિવસથી વિક્રમ સંવત શરૂ માનવામાં આવે 

સનાતન પરંપરા અનુસાર હિંદુ નવવર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે અને આ જ દિવસથી વિક્રમ સંવત શરૂ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે પ્રતિપદા તિથિના ક્ષયને કારણે નવું સંવત સીધું દ્વિતિયા તિથિથી શરૂ થશે. આવનાર વર્ષને રૌદ્ર સંવત્સર તરીકે ઓળખવામાં આવશે. નવું વિક્રમ સંવત 2083 અને શક સંવત 1948 રહેશે.

જૂના વર્ષથી શરૂ થશે હિંદુ નવવર્ષ

આ વખતે નવરાત્રિની શરૂઆત જૂના વર્ષમાં જ થઈ જશે, જ્યારે નવું વર્ષ 20 માર્ચથી નવા પંચાંગ મુજબ શરૂ થશે. 19 માર્ચે સવારે લગભગ 6 વાગ્યે 40 મિનિટ સુધી અમાસ તિથિ રહેશે, ત્યારબાદ પ્રતિપદા તિથિ શરૂ થશે. એ જ દિવસે ઘરો અને મંદિરોમાં કળશ સ્થાપના કરવામાં આવશે અને ભક્તો માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરશે.

પંચાંગ મુજબ આ વર્ષે સંવત્સરના રાજા ગુરુ અને મંત્રી મંગળ રહેશે. માન્યતા છે કે ગુરુ રાજા હોવાને કારણે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધારો થાય છે, જ્યારે મંગળ મંત્રી હોવાને કારણે કેટલાક સ્થળોએ તણાવ અથવા અશાંતિની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે.

માતા દુર્ગાની સવારી

નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના આગમનની સવારી પણ અઠવાડિયાના દિવસ મુજબ અલગ-અલગ માનવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિની શરૂઆત ગુરુવારે થવાને કારણે માન્યતા છે કે માતા પાલખી (ડોલી) પર સવાર થઈને આવશે. ધાર્મિક માન્યતાઓ મુજબ પાલખી પર માતાનું આગમન ક્યારેક શુભ માનવામાં આવતું નથી અને તેને ક્યારેક મહામારી અથવા મોટી બીમારીઓના સંકેત સાથે પણ જોડવામાં આવે છે.

ધાર્મિક પરંપરા મુજબ અઠવાડિયાના દિવસ પ્રમાણે માતાના વાહનની માન્યતા આ પ્રમાણે છે:

રવિવાર અથવા સોમવાર – માતાનું આગમન હાથી પર માનવામાં આવે છે.

શનિવાર અથવા મંગળવાર – માતા ઘોડા પર સવાર માનવામાં આવે છે.

ગુરુવાર અથવા શુક્રવાર – માતા પાલખી (ડોલી)માં આવે છે.

બુધવાર – માતાનું વાહન નૌકા (નાવડી, હોડી) માનવામાં આવે છે.

આ પણ વાંચો: Shukra Shani Yuti 2026: શુક્ર-શનિની દુર્લભ યુતિ, આ રાશિને અનેક લાભ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)