વર્ષ 2026માં આ તહેવાર 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ સુધી ચાલશે. નવરાત્રિ માત્ર પૂજા કે ઉપવાસ પૂરતું નથી, પરંતુ આ સમય દાન-પુણ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો, તો આ નવ દિવસોમાં તમારી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ. ચાલો જાણીએ કઈ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
નવરાત્રિમાં આ વસ્તુઓનું દાન ખૂબ શુભ છે
લાલ રંગની વસ્તુઓ:
સૈભાગ્યવતી સ્ત્રીને લાલ ચૂંદડી, લાલ સાડી, ચૂડીઓ, સિંદૂર અથવા બિંદી ભેટ આપવી ખૂબ શુભ માનવામાં આવે છે. આથી પરિવારમાં ખુશી રહે છે અને દાંપત્ય જીવન મધુર બને છે.
શિક્ષણ સંબંધિત વસ્તુઓ:
નાની કન્યાઓને ભોજન કરાવવાની સાથે તેમને નોટબુક, પેન, પેન્સિલ, ડ્રોઇંગ બુક અથવા સ્કૂલ બેગ આપવી ખૂબ પુણ્યકારક છે. શિક્ષણનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ફળોનું દાન:
ગરીબ અથવા જરૂરિયાતમંદ લોકોને મોસમી ફળો, ખાસ કરીને કેળાનું દાન કરવું શુભ છે. આથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ધનની કમી દૂર થાય છે.
અન્ન અને સફેદ મીઠાઈ:
ચોખા, લોટ, ખાંડ અથવા સફેદ મીઠાઈનું દાન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને કલેશ દૂર થાય છે.
વસ્ત્રોનું દાન:
જરૂરિયાતમંદ લોકોને નવા કપડાં આપવાથી તેમને માનસિક શાંતિ અને સંતોષ મળે છે.
ગોળ અને ચણાનું દાન:
ગોળ અને ચણા દાન કરવાથી આરોગ્યમાં લાભ મળે છે અને આત્મવિશ્વાસ વધે છે.
દાન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવું
સાચા જરૂરિયાતમંદને જ આપવું
સવારમાં અથવા બપોર સુધી દાન કરવું
શક્ય હોય તો ગુપ્ત દાન કરવું
આ રીતે નવરાત્રિ દરમિયાન કરેલું દાન જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે.
આ પણ વાંચો: Maihar Mata Mandir: એક એવુ મંદિર જ્યાં બંધ કપાટ હોવા છતા ઘંટારવ સંભળાય
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)