નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજા અને વ્રત માટે ખાસ નિયમો હિંદુ ધર્મ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે નાની કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શ્રદ્ધાપૂર્વક કન્યા પૂજન કરીને અને તેમને પ્રેમથી ભોજન તથા દાન આપવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
કન્યા પૂજન દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ શુભ
કન્યા પૂજન દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સૌથી પહેલા ભોજનમાં પુરી, ચણા અને હલવો જરૂર પીરસવામાં આવે છે. આ પરંપરાગત પ્રસાદ છે, જે કન્યાઓને ખવડાવવાથી વિશેષ પુણ્ય મળે છે. સાથે જ ફળ અને મીઠાઈ પણ આપી શકાય છે.
દાનમાં શણગારની વસ્તુઓ આપવી
દાનમાં લાલ ચૂંદડી, બિન્દી, ચૂડીઓ અને રિબન જેવી વસ્તુઓ આપવી શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ સૌભાગ્ય અને સન્માનનું પ્રતિક છે. ઉપરાંત, નાની કન્યાઓને ચોપડી, પેન અથવા અભ્યાસ સંબંધિત સામગ્રી આપવી પણ ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે, કારણ કે તે જ્ઞાન અને ભવિષ્યની પ્રગતિનું પ્રતિક છે.
કપડાંનું દાન પણ ખૂબ શુભ છે. તમે નવો ડ્રેસ, સલવાર-સૂટ અથવા અન્ય વસ્ત્રો કન્યાઓને ભેટ આપી શકો છો. સાથે જ દક્ષિણારૂપે થોડું ધન આપવું પણ પરંપરાનો ભાગ છે. ધ્યાન રાખો કે કન્યા પૂજન સંપૂર્ણ શ્રદ્ધા અને સ્વચ્છતા સાથે કરવામાં આવે. પૂજા દરમિયાન સ્વચ્છતા જાળવો અને કન્યાઓનું સન્માનપૂર્વક સ્વાગત કરો.
આ પણ આપો : Grah Gochar: શનિ-મંગળની યુતિથી આરાશિની ચમકશે કિસ્મત, દરેક ક્ષેત્રે મળશે સફળતા
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)