ચૈત્ર નવરાત્રિને હિંદુ નવવર્ષની શરૂઆત પણ માનવામાં આવે છે. આ નવ પવિત્ર દિવસોમાં ભક્તો દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે અને વ્રત રાખીને માતાજીની આરાધના કરે છે. માન્યતા છે કે ખરા મનથી કરેલી પૂજાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ, શક્તિ અને સકારાત્મક ઊર્જાનો આગમન થાય છે. વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈને 27 માર્ચ 2026 સુધી ચાલશે. આ વખતે નવરાત્રિ પૂરા નવ દિવસની રહેશે અને તેનુ સમાપન રામ નવમી સાથે થશે.
2026માં ચૈત્ર નવરાત્રિ ક્યારે છે?
હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થાય છે.
નવરાત્રિ પ્રારંભ: 19 માર્ચ 2026
નવરાત્રિ સમાપન: 27 માર્ચ 2026
સમાપન તહેવાર: રામ નવમી
આ નવ દિવસોને આધ્યાત્મિક સાધના, આત્મ-અનુશાસન અને સકારાત્મક ઊર્જાને જાગૃત કરવાની અનુકૂળ અવધિ માનવામાં આવે છે.
કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત
નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના અથવા કળશ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. તેને ઘરમાં દેવી શક્તિને આમંત્રિત કરવાનું પ્રતિક માનવામાં આવે છે.
19 માર્ચ 2026 -કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત:
સવારે શુભ મુહૂર્ત: 06:10 થી 08:35 સુધી
અભિજીત મુહૂર્ત (વૈકલ્પિક): 12:05 થી 12:53 સુધી
માન્યતા છે કે શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. આ દરમિયાન માટીના પાત્રમાં જૌ (જુવારા) વાવવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે.
નવરાત્રિના નવ દિવસ અને દેવીના સ્વરૂપ

નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેને નવદુર્ગા કહેવાય છે.
19 માર્ચ – મા શૈલપુત્રી
20 માર્ચ – મા બ્રહ્મચારિણી
21 માર્ચ – મા ચંદ્રઘંટા
22 માર્ચ – મા કુષ્માંડા
23 માર્ચ – મા સ્કંદમાતા
24 માર્ચ – મા કાત્યાયની
25 માર્ચ – મા કાલરાત્રિ
26 માર્ચ – મા મહાગૌરી (દુર્ગા અષ્ટમી)
27 માર્ચ – મા સિદ્ધિદાત્રી (રામ નવમી)
ચૈત્ર નવરાત્રિની પૂજા વિધિ
સવારે સ્નાન કરીને પૂજાનું સ્થાન સાફ કરો. લાકડાના બાજોઠ પર લાલ કપડું પાથરો. માટીના પાત્રમાં જૌ વાવો અને તેના ઉપર પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરો. કળશ પર નારિયેળ અને આંબાના પાન મૂકો. ત્યારબાદ દેવીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો. રોળી, અક્ષત, ફૂલ, ધૂપ અને દીપથી પૂજા કરો. દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ઘણા ભક્તો સમગ્ર નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે.
આ પણ વાંચો: Numerology: આ મૂળાંકમા જાતકો હોય શુક્રદેવને પ્રિય, ચહેરા પર અનોખુ નૂર ટપકે!
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)