ચૈત્ર નવરાત્રિએ હિંદુ નવું વર્ષ સાથે આવતો અત્યંત શુભ તહેવાર છે. આ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આવતી દુર્ગા અષ્ટમી (મહા અષ્ટમી)નું વિશેષ મહત્વ છે.
દુર્ગા અષ્ટમી 2026 ક્યારે છે?
વર્ષ 2026માં દુર્ગા અષ્ટમી 26 માર્ચ, ગુરુવારે આવશે. આ દિવસે ભક્તો માતા દુર્ગાની વિશેષ પૂજા કરે છે અને વ્રત રાખે છે.
અષ્ટમી તિથિ અને શુભ મુહૂર્ત
અષ્ટમી તિથિ 25 માર્ચની રાત્રે શરૂ થઈ 26 માર્ચ સુધી રહેશે. પૂજા માટે સવારે સમય ખૂબ શુભ માનવામાં આવે છે. સવારે લગભગ 6:00 થી 10:30 સુધીનો સમય પૂજા માટે ઉત્તમ ગણાય છે.
કન્યા પૂજનનું મહત્વ
દુર્ગા અષ્ટમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે 2 થી 10 વર્ષની કન્યાઓને માતાનું સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. તેમને પૂરી, ચણા અને શીરો (હલવો)નો પ્રસાદ ખવડાવવામાં આવે છે અને પછી દક્ષિણા આપી આશીર્વાદ લેવામાં આવે છે.
પૂજા વિધિ
સવારે સ્નાન કર્યા પછી ઘરનું પૂજા સ્થાન સાફ કરો. માતા દુર્ગાની પ્રતિમા અથવા ફોટો સ્થાપિત કરીને દીવો પ્રગટાવો, ફૂલ ચઢાવો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. ત્યારબાદ કન્યા પૂજન કરીને પ્રસાદ વહેંચો.
દુર્ગા અષ્ટમીનો દિવસ ભક્તો માટે અત્યંત પવિત્ર છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. કેટલીક જગ્યાએ અષ્ટમી તિથિએ હવનનું આયોજન કરવામાં આવે છે.
આ પણ વાંચો: Mangaladitya Rajyoga 2026: 2 એપ્રિલે મંગળાદિત્ય રાજયોગ, આ રાશિની કિસ્મતના દ્વાર ખુલશે
Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)