પંચાંગ મુજબ, 19 માર્ચ 2026, ગુરુવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે અને તેનો સમાપન 27 માર્ચે થશે. સંયોગવશ આ જ દિવસથી હિંદુ નવા વર્ષનો પણ પ્રારંભ થશે. પરંપરા મુજબ, ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે, જેના કારણે ભક્તો પર માતાજીનો આશીર્વાદ વરસે છે.

ચૈત્ર નવરાત્રિનો મુખ્ય હેતુ શક્તિની આરાધના કરવી

ચૈત્ર નવરાત્રિનો મુખ્ય હેતુ શક્તિની આરાધના કરવી અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરવી છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દરમિયાન દેવીની પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે. આ નવરાત્રિમાં માતા દુર્ગા પાલખીમાં સવાર થઈને આવવાની માન્યતા છે. હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિ કેટલા દિવસની રહેશે, તેની તિથિઓ શું છે અને ખાસ દિવસો કયા છે.

ચૈત્ર નવરાત્રિની તિથિ

દ્રિક પંચાંગ મુજબ, ચૈત્ર નવરાત્રિની પ્રતિપદા તિથિ 19 માર્ચે સવારે 6 વાગ્યાને 52 મિનિટે શરૂ થશે અને તેનુ સમાપન 20 માર્ચે સવારે 4 વાગ્યાને 52 મિનિટે થશે.

ઘટસ્થાપના શુભ મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિના દિવસે ઘટસ્થાપનાનું પ્રથમ શુભ મુહૂર્ત સવારે 6:52થી 7:43 સુધી રહેશે

બીજુ અભિજીત મુહૂર્ત બપોરે 12:05થી 12:53 સુધી રહેશે

ત્રીજુ ગોધૂલી મુહૂર્ત સાંજે 6:35થી 6:59 સુધી રહેશે

કેટલા દિવસની રહેશે ચૈત્ર નવરાત્રિ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વર્ષ 2026 ની ચૈત્ર નવરાત્રિ 9 દિવસની રહેશે, અને તેનુ સમાપન રામ નવમીના દિવસે થશે. એટલે કે 19 માર્ચથી 27 માર્ચ સુધી આ પર્વ ઉજવાશે.

આ પણ વાંચો: Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિએ કરો આ વસ્તુઓનું ગુપ્ત દાન, માં દુર્ગાના મળશે આશીર્વાદ

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)