તમે હંમેશા જોયુ હશે કે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં પતિને પત્નીની ઉંમર કરતા મોટા રાખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં તમને આ ઉંમરનો ફરક 10 વર્ષ સુધીનો જોવા મળી શકે. આપણા સમાજમાં ઘણી એવી નામી વ્યક્તિઓ છે જેમની વચ્ચે ઉમરનું ખાસુ અંતર હોય. કેટલીક વખત આપણે ત્યાં એ ચર્ચાનો વિષય છે કે ખરેખર પતિ-પત્નીની ઉંમરમાં કેટલો ફરક હોવો જોઇએ.

આચાર્ય ચાણક્યજીએ તેમની ચાણક્યનીતિમાં આ અંગે વિસ્તૃત માહિતી આપી છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે લગ્ન કરનાર દંપત્તિ વચ્ચે ઓછી ઉંમરનુ અંતર હોવુ જોઇએ. બંને વચ્ચે જો વધારે અંતર હોય તો તેમના વિચારોમાં ખુબ મોટા ફેરફાર હોય છે જે સંબંધ માટે મુશ્કેલી સર્જી શકે છે. પતિ પત્ની વચ્ચે 3,5 સુધીનુ અંતર સારૂ કહેવાય. જેટલુ અંતર ઓછુ તેટલી બંને વચ્ચે સમજદારી વધારે રહે છે. આવા દંપત્તિ વધારે ખુશહાલ રહેતા હોય છે.

અંતર વધારે હોય તો મુશ્કેલી વધારે રહે

આચાર્ય ચાણક્ય અનુસાર જો પતિ-પત્નીની ઉમરમાં વધારે અંતર હોય તો જીવનમાં અનેક મુશ્કેલીઓ રહે છે. જેટલુ બંને વચ્ચે અંતર એટલી જ સમસ્યા વધારે. એક બીજાને સમજવાની ક્ષમતા ઓછી. સંબંધોમાં નાની નાની વાતોથી તકરાર થવા લાગે છે અને પછી મુશ્કેલી આવે છે.

આ ઉંમરની યુવતીઓ સાથે ન કરશો લગ્ન

ચાણક્ય નીતિ અનુસાર ખુબજ નાની ઉંમરની યુવતીઓ સાથે મોટી ઉંમરના યુવકને તાલમેલ જાળવવો વધારે મુશ્કેલ રહે છે. આવા વિવાહ વધારે સમય ટકતા નથી. ચાણક્ય કહે છે કે જીવનસાથી પસંદ કરતા પહેલા આ તમામ વાતની જાણકારી મેળવવી જોઇએ. થોડો સમય એકબીજા સાથે વિતાવવો જોઇએ જેથી કરીને એકબીજાને ઓળખવામાં સરળતા રહે. 

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)