ગ્રહોનો રાજા સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાશિમાં જાય છે, જે દિવસને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. આજે એટલે કે 16 જુલાઈના રોજ સૂર્ય દેવ કર્ક રાશિમાં ગોચર કરશે. તેથી, આજે કર્ક સંક્રાંતિનો તહેવાર છે. કર્ક સંક્રાંતિના પવિત્ર દિવસે ચંદ્રનું નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે, જેના કારણે આજનું મહત્વ વધુ વધી ગયું છે. દ્રિક પંચાંગ અનુસાર, મીનમાં રહેતા ચંદ્ર દેવ આજે સવારે 05:46 વાગ્યે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રથી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું છે. હવે ચંદ્ર દેવ 17 જુલાઈના રોજ સવારે 06:25 વાગ્યા સુધી ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં રહેશે.
ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું વિશેષ મહત્વ
જ્યોતિષ શાસ્ત્રમાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું વિશેષ મહત્વ છે, જેને 27 નક્ષત્રોમાં 26મું સ્થાન મળ્યું છે. આ નક્ષત્ર મીન રાશિ હેઠળ આવે છે અને શનિ મહારાજ દ્વારા શાસિત છે. જ્યારે ચંદ્ર ગ્રહ વ્યક્તિના મન અને માનસિક સ્થિતિ સાથે સંબંધિત છે. કર્ક સંક્રાંતિના ખાસ દિવસે ચંદ્ર ગોચરના કારણે કઈ રાશિના લોકો પર ભાગ્ય મહેરબાન રહેશે આઓ જાણીએ.
વૃષભ રાશિ
ચંદ્રના મોટાભાગના ગોચર શુભ પ્રભાવ લાવે છે. વૃષભ રાશિના જાતકો પર ચંદ્રમાની વિશેષ કૃપા રહે છે. આ વખતે આ ગોચરથી વૃષભ રાશિના જાતકોની તમામ સમસ્યાઓ દૂર થશે, અટવાયેલા કામ પૂરા થશે, ભાગ્યનો સાથ મળશે. તકલીફો દૂર થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વાણીમાં મધુરતા આવશે. સંબંધોમાં મીઠાશ આવશે. પરિવાર સાથે તાલમેલ જાળવી શકશો.
કર્ક રાશિ
ચંદ્રના ગોચરથી કર્ક રાશિના જાતકો માટે સારો રહેશે, ગ્રહોના રાજા સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, જે તમારા માટે શુભ રહેશે. ચંદ્રને કર્ક રાશિ ખુબજ પ્રિય છે, આ રાશિ પર ચંદ્રનો અશુભ પ્રભાવ રહેતો નથી. આથી આ રાશિનો આત્મવિશ્વાસ વધારે હોય છે. આર્થિક મુશ્કેલી દૂર થશે. પરિવારમાં ખુશી આવશે.
ધન રાશિ
વૃષભ રાશિ અને કર્ક રાશિ સાથે ધન રાશિના જાતકો માટે કર્ક સંક્રાતિ પર ચંદ્રનું ગોચર ફાયદાકારક રહેશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. સામાજીક માન સન્માન વધશે. નવા કામ શરૂ કરી શકશો. જમીન કે વેપાર ખરીદી શકો છો. રોકાણથી લાભ થશે.